Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પોરબંદરના દિવ્યાંગ કૃપા લોઢિયા રોપ ડાન્સ સ્પર્ધામાં દેશમાં પ્રથમ

નાનપણથી અકસ્માતમાં ગંભીર ઇજા બાદ ૧૦ વર્ષ પથારીવશ રહેલઃ તબીયત સુધારતા દ્રઢ મનોબળથી મહા મુસીબતમાં પ્રેકટીસ ચાલુ કરીને વિજય મેળવ્યો

દિવ્યાંગ કૃપા લોઢિયાની રોપ ડાન્સ તથા પ્રથમ ક્રમે મેડલ મેળવ્યો તે તસ્વીરો

પોરબંદર તા.૯ : નાનપણમાં અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ દિવ્યાંગ કૃપા લોઢીયા તેની તબીયત સુધરતા પોતાના ડાન્સનો શોખ જાળવીને દ્રઢ મનોબળથી પ્રેકટી ચાલુ રાખીને નેશનલ લેવલની કોચીમાં યોજાયેલ દિવ્યાંગ માટેની ડાન્સ સ્પર્ધામાં ભાગ લઇને પ્રથમ સ્થાને આવીને પોરબંદરનું ગૌરવ વધારેલ છે.

રોપ ડાન્સમાં દેશમાં પ્રથમ આવેલ કૃપા લોઢિયા નાનપણમાં ર વર્ષની ઉંમર હતી ત્યારે તેની માતા સાથે રિક્ષામાં જતા અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થયેલ અને તેની અસર કરોડરજજુ ઉપર પડતા તેનું શરીર હલન ચલન કરતુ બંધ થઇ ગયેલ તેનો નાનપણથી ડાન્સ પ્રત્યે લગાવ હતો અકસ્માત બાદ ૧૦ વર્ષ સુધી પથારીવશ રહયા બાદ તેનું શરીરનાં કેટલાંક ભાગ હલનચલન કરવા લાગતા તેમણે ડાન્સ માટેની પ્રેકટીશ ચાલુ કરેલ અને દ્રઢ મનોબળથી કોચીમાં નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ સ્થાન મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

દિવ્યાંગ કૃપા લોઢિયાની નેશનલ કોમ્પીટીશનમાં તેની સ્પર્ધા  દિલ્હીના મી. વ્હીલચેર ઇન્ડિયા તથા ગોલ્ડ મેડેલીસ્ટ ગુલફામ સાથે થયેલ બાળપણથી દ્રઢ નિશ્ચય કરીને આવેલ કૃપા લોઢિયાએ અંતે રોપ ડાન્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે.

ડાન્સ સ્પર્ધા માટે ગજબનો આત્મવિશ્વાસ ધરાવતા કૃપા લોઢિયાને હવે આગ સાથેડાન્સ કરવાની ઇચ્છા વ્યકત કરી છે. તેમણે અગાઉ દિવ્યાંગ ફેશન શો વ્હીલ ચેર ઇન્ડિયા વગેરે સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે.

(1:19 pm IST)