Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જૂનાગઢનાં છ બ્રહ્મ અગ્રણીઓને ગૌરવ એવોર્ડ

જૂનાગઢઃઅમદાવાદ ખાતે આયોજિત સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજય કક્ષા અને ડો યજ્ઞેશભાઇ દવે દ્વારા આયોજિત બ્રહ્મ બિઝનેસ સમિટ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના સંજયભાઈ પંડ્યા ની અથાક મહેનત થી સંતોની ભૂમિ, સંગીત ની જાણકાર એવી જુનાગઢ નગરીને એક બે નહી પણ છ ગૌરવવંતા બ્રહ ગૌરવ એવોર્ડ મળ્યા હતા. જેમાં મરણોત્ત્।ર બ્રહ્મ શ્રેષ્ઠી એવોર્ડ પ્રાણલાલ વ્યાસ, બહુ જ જુનાં રેડીયો કલાકાર કનુભાઈ ભટ્ટ રાજકીય બ્રહ્મ શ્રેષ્ઠી તરીકે જુનાગઢ નાં ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી લોકસંગીત કલાકાર બહેન મધુબેન જોષી સંતવાણી આરાધક મયુરભાઈ દવે તથા વિશિષ્ટ કૌશલ્ય માં પ્રોસ્તાહિત સન્માનીય એવોર્ડ શિલ્પાબેન વિકેશકુમાર ઉપાધ્યાય ને મળેલ હતા. સાથે સાથે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નાં કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી, જુનાગઢ મહાનગર નાં ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુ પંડ્યા, ભાજપ જુનાગઢ મહાનગર મહામંત્રી પુનિતભાઇ શર્મા, ડેપ્યુટી જીલ્લા વિકાસ અધિકારી શ્રી વીકેશ ઉપાધ્યાય સાહેબ, મુકેશભાઈ મહેતા, ભરતભાઈ લખવાની તથા રૂપલબેન લખલાણી નુ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજય કક્ષા જુનાગઢ જીલ્લાના કાર્તિકભાઈ ભટ્ટ, હસુભાઈ જોષી, રવીભાઇ ઠાકર, કૌશિકભાઈ રાજયગુરુ, પંકજભાઈ ભટ્ટ, રાજુભાઈ પંડ્યા, મુકેશભાઈ ભટ્ટ, કેતનભાઈ મહેતા તથા દેવાંગભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

(1:19 pm IST)