Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ગાયોને ૧૦૦ કિલો લાડુ ખવડાવ્યા

જુનાગઢ : સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયા તેમજ સંસ્થાના બહેનો કાંતાબેન માળવી ગાયત્રીબેન જોષી, દિવ્યાબેન જોષી, ડિમ્પલ પંડયા, ભદ્રાબેન વૈષ્ણવ, નિતાબેન લીલા સહિતના બહેનોએ વિણાબેન પંડયાના નિવાસ સ્થાને ૧૦૦ કિલો લાડુ બનાવી સ્વહસ્તે પાંજરાપોળ ગૌ શાળાની ગાય માતાને ખવડાવી મકર સંક્રાંતીનું પુણ્ય કાર્ય કરેલ આ સંસ્થાના પ્રમુખ વિણાબેન પંડયાએ જણાવ્યું હતું કે મકસંક્રાંતિનો તહેવાર નજીક આવે છે ત્યારે હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે ગાય માતાને પણ ખીચડો લાડુ કે લીલુ ખવડાવવાનું ખાસ માહત્મય રહેલુ છે પરંતુ એક દિવસમાં જો આપણે દાન પુણ્ય કરીએ તો ગાય માતાને વધુ પડતો ખોરાક આરોગી લેવો હાનિકારક બને છે ત્યારે આ ઉદેશથી અમો ગૌ માતાની અગાઉ સેવા કરી પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર - મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:24 pm IST)