Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કેશોદ મોબાઈલ એસોસીએશન દ્વારા રેલી : બંધ

કેશોદ : ઓલ ઇન્ડિયા મોબાઈલ એશોશીએશન દ્વારા ગઈકાલે દિલ્હીમાં રામલીલા મેદાનમાં ઓનલાઇન વેચાણ પ્રથા માં રહેલી ક્ષતિઓ અને ગેરરીતિઓ સામે પગલાં ભરવા ધરણાં કાર્યક્રમ યોજાયો. એનાં સમર્થન માં કેશોદ મોબાઈલ એશોશીએશન દ્વારા ગઈકાલે બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખી રેલી કાઢી નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વિવિધ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઓનલાઈન ખરીદી માં ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ આપી ગ્રાહકો ને લલચાવી ફોસલાવી વેપાર કરે છે. એ અટકાવવા જરૂરી છે. એફ.ડી.આઈ. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત નિયમો નું પાલન કરવું જોઈએ એની ચુસ્તપણે અમલવારી માટે અલગથી મોનીટરીંગ સમિતિ ની રચના સંપૂર્ણ સતા સાથે કરવામાં આવે. ફલીપકાર્ડ અને એમેઝોન કંપની દ્વારા ધારાધોરણો નો ભંગ કરવામાં આવે છે ત્યારે પગલાં ભરવા જરૂરી છે. કેશ ફોર ડિલેવરી પ્રથા બંધ કરવામાં આવે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા દરેક નાનાં વેપારીઓ માટે રૂપિયા દશ લાખ સુધીની લોન વગર જામીનગીરી એ આપવામાં આવે સહિત જુદી-જુદી આઠ માંગણી સાથે રજુઆત કરવામાં આવી હતી.આ રેલીમાં કેશોદ મોબાઈલ એશોશીએશન નાં પ્રમુખ રાજુભાઈ બોદર, વિજયભાઈ પટેલ,ભાવિનભાઈ ફળદુ, પ્રદિપભાઇ સાંઈ, મનીષભાઈ ચોવટીયા સહિતના આગેવાનો વેપારીઓ જોડાયા હતા.

(12:02 pm IST)