Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મુખ્યમંત્રી હસ્તે બાળ વૈજ્ઞાનિક હર્ષ સંઘાણીને એવોર્ડ

અમરેલી તા. ૯ : સચિવાલય ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિસેફ ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટીવલમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એવોર્ડ અપર્ણ કરી સન્માનિત કરવામાં આવેલ.

એવોર્ડ વિતરણ સમારંભમાં મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબહેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે, હર્ષ સંઘાણીએ તાજેતરમાં નેશનલ બાળ સાયન્સ કોંગ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લઇ ગૌ-મુત્ર અને છાણમાંથી વિવિધ પ્રકારની પેદાશો બનાવવાનો પ્રોજેટ રજુ કરેલ જેમાં વિજેતા નિવડેલ.

બાળ વૈજ્ઞાનિક તરીકે ખ્યાતિ પ્રાપ્ત બનેલ હર્ષ મુકેશભાઇ સંઘાણીએ મૂખ્યમંત્રીના હસ્તે એવોર્ડ સ્વિકારી અમરેલી જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

(12:02 pm IST)