Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કાલાવડની કપુરીયા કોલેજનો એન.સી.સી.માં ઉજ્જવળ દેખાવ

કાલાવડ (શીતલા): ર૭ બટાલીયન જામનગર દ્વારા બાલાચડીમુકામે સીએટીસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ર૭ બટાલીયન અંતર્ગત પ૦૦ કેડેટસોએ ભાગ લીધેલ. આ કેમ્પમાં કપુરીયા આર્ટસ એન્ડ  કોમર્સ કોલેજના ૪૮ કેડેટસોએ ભાગ લીધો હતો. દસદિવસની આ ટ્રેનિંગમાં આ કોલેજના કેડેટસોએ ઉજ્જવળ દેખાવ કરેલ. જુદી-જુદી કોમ્પીટીશનમાં આ કોલેજના કેટેટસનો દેખાવ શાનદાર રહ્યો. જેમાં લાઇન એરિયામાં એસ ડબલ્યુ કેડેટસોનો પ્રથમ નંબર આવ્યો, ડ્રીલમાં એસ.ડી.નો સેકન્ડ, ગરબામાં એસ.ડી. એસ. ડબલ્યુમાં સેકન્ડ, લેકચરમાં ચાંગાણી વિભૂતીનો થર્ડ, સ્કીટમાં ચૌહાણ પુષ્પા પ્રવિણભાઇનો સેકન્ડ, ગ્રુપ સોંગમાં જાડેજા રવિરાજસિંહ ઘનશ્યામસિંહ સેકન્ડ (સિલ્વર મેડલ), ગૃપ સોંગમાં વઢરકિયા દિલીપ વિનોદભાઇનો સેકન્ડ (સિલ્વર મેડલ) સ્પેશ્યલ પ્રાઇઝમાં (એડમ ડયુટી) જાડેજા સત્યજીતસિંહ પ્રવિણસિંહ તથા સ્પેશ્યલ પ્રાઇઝ (એડમડયુટી)માં ચાવડા ડીમ્પલ હસમુખભાઇએ નંબર મેળવેલ. ઉજ્જવળ દેખાવ કરનાર કેડેટસની તસ્વીર.

(12:02 pm IST)