Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગોંડલના આચાર્યના જન્મદિવસની સાદગીથી ઉજવણી

 ગોંડલઃ ભગવતપરા ખાતે સરકારી કુમાર શાળા નંબર ૫માં આચાર્ય તરીકે ફરજ બજાવતા અશોકભાઈ શેખડા નો આજે જન્મદિવસ હોય કોઈ ફાલતું ખર્ચ કે બાહ્ય આડંબર કરવાના બદલે તેઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા આશરે ૧૧૫થી પણ વધારે વિદ્યાર્થીઓને પોતાની જાતે ભોજન પીરસી જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી.અશોકભાઈ શેખડા પોતાના જીવનસફર ના ૫૨ વર્ષ પૂર્ણ કરી આજે ૫૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે સાચા અર્થમાં કહીએ તો તેઓ છેલ્લા બે દાયકાથી તન મન અને ધનથી આ શાળાનું સિંચન કર્યું છે, ગત વર્ષે આ સરકારી શાળાનું નવું બિલ્ડીંગ મંજૂર થવા પામ્યુ હતું, પાયાથી લઈ છત સુધીના કામમાં અશોકભાઈ દ્વારા જાતે જ પાણીનો છંટકાવ કરી પાયા સાથે બિલ્ડિંગને મજબૂત બનાવવામાં આવી છે. આચાર્ય અશોકભાઈ દ્યણા લોકોનો જન્મદિવસ હોય કે સ્વજનની તિથિ હોય શાળાએ આવી ઉજવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે જેના થકી ગરીબ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રેમ સાથે હૂંફ પણ મળી રહી છે.તસ્વીરમાં બાળકોને ભોજન પીરસતા આચાર્ય નજરે પડે છે.

(12:00 pm IST)