Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઉપલેટા : રાષ્ટ્રીય હડતાલના સમર્થનમાં ધરણા

ઉપલેટા  :   ગુજરાત કિશાનસભાની રાજકોટ જીલ્લા સમિતીએ બાપુના બાવલા ચોકમાં ધરણા દેખાવો કર્યા હતા. રાષ્ટ્રીય હડતાલના સમર્થનમાં જાહેર થયેલા ધરણામાં ઉપલેટા શહેર અને તાલુકાના ગામડાના ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ જણાવેલ કે આવનારા દિવસોમાં ખેડુતો અને કામદાર શ્રમજીવી કર્મચારીઓ સાથે મળીને એન.ડી.એ. ના નેતૃત્વવાળી ભાજપ સરકાર ખેડુત શ્રમજીવી કર્મચારી વિરોધી સરકાર સામે લડશે. આ લડત અવિરત ચલાવા માટે તૈયાર રહેવા ખેડુતોને હાકલ કરેલ હતી. આ કાર્યક્રમમાં દિનેશભાઇ કટારીયા, લખમણભાઇ પાનેરા, ચંદુભા ચુડાસમા, કે.ડી. સીણોજીયા, ધીરૂભાઇ ડોબરીયા, કાંતિભાઇ સોલંકી, દિલીપભાઇ વસરા સહીતના આગેવાનોએ નેતૃત્વ કરેલ હતું. સીપીએમ ઉપલેટા તાલુકા મંત્રી વિનુભાઇ ઘેરવડાએ હાજર રહી પોતાનું સમર્થન આપેલ હતું. ધરણા યોજાયેલ તેની તસ્વીર (તસ્વીર ભોલુ રાઠોડ ઉપલેટા)

(11:59 am IST)