Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જામજોધપુર વિધાનસભાના ૨૬.૮૦ કરોડના રસ્તાના વિવિધ કામોને મંજૂરી

જામનગર તા.૮ : રાજય સરકાર દ્વારા ગ્રામ્ય રસ્તાના સુદ્રઢીકરણ માટે વિશેષ પ્રયત્નો હંમેશા કરવામાં આવતા હોય છે. આ અંતર્ગત લાલપુર અને જામજોધપુર વિસ્તારના આગેવાનોની રજૂઆત ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા જામજોધપુર વિધાનસભા વિસ્તારના રસ્તાના કામો માટે રૂ.૨૬.૮૦ કરોડના ખર્ચે વિવિધ રસ્તાના કામોને મંજૂરી આપેલ છે.

જેમાં લાલપુર તાલુકામાં ૧) ભલારા દાદા મંદિરેથી સામાકાઠે જોડતા બાયપાસ રોડ માટે ૯૦ લાખ (ર) નાંદુરી થી બેડકપરા વિસ્તારના રોડ માટે ૧૨૦ લાખ (૩) મેમાણા વડાપાંચસરા રોડને રીસર્ફેસીંગ માટે રૂ.૨૬૦ લાખ (૪) કાનવીરડી થી મોટી રાફુદળ - ડબાસંગ રોડ રીસર્ફેસીંગ માટે રૂ.૨૦૦ લાખ (પ) સેવકભરૂડીયા - દલતુંગી રોડ માટે રૂ.૮૦ લાખ મંજુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના (૧) ગોપનાથ મહાદેવ મંદિરથી ઘુનડા સણોસરીથી સ્ટેટ હાઇવેને જોડતા રસ્તા માટે રૂ.૪૭૦ લાખ (ર) રબારીકા સોનવડીયાથી સ્ટેટ હાઇવેને જોડતા રોડ માટે રૂ.૧૪૦ લાખ (૩) બુટવદર સંગચીરોડા મોટીભરડ કલ્યાણપુર શેઠવડાળા ફુલઝર નદી પર પુલની એપ્રોચ કામગીરી સહિતના રોડ માટે રૂ.૫૪૦ લાખ (૪) બગધરા ગામે વાડી વિસ્તારમાં વડાલા હનુમાનવારૂ નાળુ કોઝ વે બનાવવા રૂ.૩૦ લાખ (પ) અમરાપર મેરવદર રોડ અપ ટુ ડીસ્ટ્રીકટ લીમીટ માટે રૂ.૧૫૦ લાખ તથા (૬) વિરપુર ભોજાબેડી લલોઇ સખપર શેઠવડાળા ભોજાબેડી રોડ માટે રૂ.૬૦૦ લાખ મંજુર કરેલ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામોને મંજૂર કરી જોબનંબર પણ આપી દેવામાં આવેલ છે. ત્યારે આ વિસ્તારના ભાજપના આગેવાનો પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જિ.ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર, જામજોધપુર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ મુકેશભાઇ જોશી તથા તાલુકા હાલ તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડીયા,  મહામંત્રી જે.બી.જાડેજા, લાલપુર તાલુકા ભાજપ મહામંત્રી અરશીભાઇ કરંગીયા, મહામંત્રી ભરતભાઇ અકબરી અને ભવાનભાઇ ચૌહાણ, પુર્વ પ્રમુખ તા.પં. લાલપુર કરણસિંહ જાડેજાએ આ રસ્તાઓ માટે સાંસદ પુનમબેન માડમ, પૂર્વમંત્રી ચીમનભાઇ શાપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.વિનોદ ભંડેરી તથા પ્રવિણસિંહ જાડેજાને રજૂઆત કરેલ જે અન્વયે તેઓશ્રીએ રાજય સરકારને રજૂઆત કરતા સરકાર દ્વારા સાનુકુળ પ્રતિભાવ આપી આ કામો મંજુર કરવામાં આવેલ છે. તે બદલ સર્વે આગેવાનોએ જિલ્લા અને નાયબ મુખ્યમંત્રી અને નીતીનભાઇ પટેલ અને આગેવાનોનો આભાર માનેલ છે. આ વિસ્તારના લોકોએ પણ આ વિકાસકામોને આવકારી હર્ષની લાગણી વ્યકત કરેલ હોવાનુ ભાજપની અખબારી યાદીમાં જણાવેલ છે.

(11:57 am IST)