Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જેતપુરમાં જુડો-કરાટેનો નિઃશુલ્ક તાલીમ વર્ગ

 જેતપુર : વર્તમાન સમયમાં મહિલા ઉપર થતા અત્યાચાર અને શોષણ સામે જવાબ આપી શકે અને પોતાનુ રક્ષણ કરી શકે તેવા હેતુથી જેતપુર મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા શહેરની સર્વાગી વિકાસના અભિગમથી ચાલતી સંસ્થા માઇ ઇન્ડિયા એજયુકેરના સહયોગથી જૂનાગઢ રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક જુડો કરાટેના તાલીમ વર્ગની શરૂઆત કરાઇ જે અંતર્ગત દરરવિવારે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન એક કલાક જુડો કરાટે શિખવવામાં આવશે આ તાલીમ વર્ગમાં શહેરની જૂદી જૂદી સ્કુલની ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ જોડાયેલ. આ તાલીમ વર્ગ અંગે ડીવાયએસપી સાગર બાગમારે જણાવેલ કે કોઇ મહિલા કે યુવતી પોતાના સ્વબચાવ માટે કોઇ હથિયાર પાસે રાખે તે ઉપયોગમાં આવે પરંતુ તેમણે જો માર્સલ આર્ટ શીખેલ હોય તો કોઇ હથિયારની જરૂર નથી અને તેને કોઇ નુકશાન પહોચાડી શકે નહિ માટે  આ વર્ગની શરૂઆત કરેલ છે. માય ઇન્ડિયા એડયુ કેરના સંચાલક પ્રિતીબેન અગ્રવાલે જણાવેલ કે મારી સંસ્થા દ્વારા હું સમાજના સાધારણ પરિવારના બાળકોને શિક્ષણ આપીને ભવિષ્યમાં સમાજમાં આગળ વધે અને સાથે કોઇપણ મહિલાએ જો પોતાનો સ્વબચાવ કરવો હોય તો આ માર્શલ આર્ટ ખુબ અગત્યની બની રહેશે.(તસ્વીર - અહેવાલ : કેતન ઓઝા, જેતપુર)

(11:56 am IST)