Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

૮૪ વર્ષના બુઝર્ગ શિક્ષકને હાઇકોર્ટના હુકમ બાદ પણ ઉચ્ચ પગારના નાણાકીય લાભો અપાતી નથી

માંગરોળ તાલુકાના ઝરીયાવાડા ગામના : જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સીડાની શિક્ષણ વિભાગમાં રજૂઆત

જૂનાગઢ તા.૯ : માંગરોળ તાલુકાના ૮૪ વર્ષના બુઝર્ગ નિવૃત શિક્ષકને મળવાપાત્ર નિવૃતિના પગાર ધોરણના લાભો નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ આપવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી બી.ટી.સીડાએ રાજયના શિક્ષણ વિભાગને લેખીત રજૂઆત કરી છે.

સીડીએ જણાવેલ છે જૂનાગઢ જિલ્લાના વયોવૃધ્ધ શિક્ષક તા.૩૦-૧૧-૧૯૯૩ના રોજ પ્રા.શાળાઓમાં ફરજ બજાવીને નિવૃત થયા છે. નિવૃત બાદ તેમને મળવાપાત્ર ઉચ્ચતર પગાર અને અન્ય નાણાકીય ડયુ બાબતે સામુહીક પ્રાથમિક શિક્ષકો દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટમાં મેટર દાખલ કરાઇ હતી. જે મેટરના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે તેમના ચુકાદામાં સિલેકશન ગ્રેડ ચાલુ રાખી તા.૧-૬-૮૭ થી તા.૩૧-૭-૯૪ સુધીમાં નિવૃત થયેલ પ્રા.શિક્ષકોને મળવાપાત્ર સિલેકશન ગ્રેડ ચાલુ રાખી બીજુ અને ત્રીજુ ઉચ્ચતર પગાર ધોરણ આપવા ગુજરાત હાઇકોર્ટે જે તે સમયે હુકમ કરેલ જે હુકમના અનુસંધાને આ કામના નિવૃત શિક્ષક ઇસ્માઇલખા સરવરખા પઠાણ સબંધીત માંગરોળ તા.પં.માં વર્ષોથી રજૂઆતો કરે છે છતા પણ તેમને સબંધીત તા.પં. દ્વારા કહેવાય છે કે, તમારી સેવાપોથી મળી આવતી નથી સેવાપોથી મળ્યે તુરંત જ આપને આપવાના થતા નાણાકીય ડયુ આપવાની કાર્યવાહી હાથ ધાશે.

આ ૮૫ વર્ષના શિક્ષકનો પ્રશ્ન જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના ફરીયાદ સેલને  મળતા જિલ્લા કોંગ્રેસસમિતિ દ્વારા તથા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા દ્વારા તા.૧૪-પ-૨૦૧૯ના રોજ તેમના વતી તે પ્રશ્ન ફરીયાદ સંકલન સમિતિમાં મુકેલ છતા પણ નિવૃત શિક્ષકને ન્યાય ન મળતા ફરીવાર ચાલુ જાન્યુઆરી માસ ૨૦૨૦ના જિલ્લા ફરીયાદ સમિતિમાં ધારાસભ્ય રીબડીયાએ પ્રશ્ન મુકેલ છે. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી.સોડાએ જણાવ્યુ છે કે માંગરોળ તાલુકા નિવૃત શિક્ષક ઇસ્માઇલખા સરવરખા પઠાણને તેમના બાકી નીકળતા નાણાકીય ડયુના પ્રશ્ને નામ. ગુજરાત હાઇકોર્ટે હુકમ પણ કરી દીધો છે છતા પણ આ કયા કારણો સર સરંબીત જિલ્લા પ્રા.શિક્ષણ વિભાગ દ્વારા તેે હુકમની અમલવારી કરાઇ નથી? વખતોવખત અરજદાર રજૂઆત કરે ત્યારે એક જ ગણુ ગાવામાં આવે છે કે સેવાપોથી મળી આવ્યે કાર્યવાહી કરીશું શુ તે સેવાપોથી સાચવવાની જવાબદારી સબંધીત વહીવટી તંત્રની નથી ? સેવાપોથી સાચવવાની બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીશ્રીઓ સામે શિક્ષણ વિભાગ કોઇ પગલા લેશે ? વયોવૃધ્ધ શિક્ષકની ઉંમર હાલ ૮૪ વર્ષની થયેલ છે તો તેમની હયાતીમાં જ જિ.પં.નું પ્રા. શિક્ષણ વિભાગ તેમને ન્યાય આપવા મહામંત્રી વી.ટી.સીડા રાજયના શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે.

(11:55 am IST)