Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા મેગા સર્જીકલ કેમ્પનું થયેલ સમાપન

૧૭૭૪ દર્દીઓને તપાસી ૪૧૩ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી અપાયા

ઉપલેટા : શહેરમાં સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે આહિર સમાજના ભામાશા તેમજ દરેક સમાજ તથા શાળા-કોલેજોમાં ઉદાર હાથે દાન આપનાર કન્યા કેળવણીના ઉપાસક એવા સ્વ.ઉકાભાઈ સોલંકિ (ફય્ત્-અમેરિકા) એ સ્થાપેલ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ-ઉપલેટા દ્વારા દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વિનામૂલ્યે દસ દિવસીય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જેમા દેશ-વિદેશના નામાંકિત ડોકટર્સના સહયોગથી વિનામૂલ્યે ૧૯ માં મેગા મેડિકલ તથા સર્જીકલ કેમ્પનું આજરોજ સમાપન કરવામાં આવ્યુ હતું. દરરોજ સવારે ૯ થી બપોરના ૨ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરવામાં આવતી હતી. અને ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓના તા. ૧૫/૧૨/૧૯ ના રોજ યોજાયેલ એક દિવસીય પ્રી-નિદાન કેમ્પમાં તપાસાયેલ ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓના ગુજરાત તેમજ અન્ય રાજયોમાંથી આવેલા ડોકટરો દ્વારા સવારે સાત વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી વિનામુલ્યે માઈનોર અને મેજર ઓપરેશન કરવામાં આવતા હતા.જે ઓપરેશનના ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ પચ્ચીસ હજારથી લઈને સિત્ત્।ેર હજાર કે લાખઙ્ગ સુધીના ખર્ચાવાળા ઓપરેશનો આ મેગા મેડિકલ કેમ્પમાં જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, તામિલનાડુ અને અમેરિકાથી આવેલા ડોકટરો દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે. તેમજઙ્ગ એકસ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી વગેરે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર - ગુજરાતના વિવિધ રોગના દર્દીઓને વિનામૂલ્યે દેશ-વિદેશના ડોકટરોના સહકારથી યોજાતા આ ભવ્ય દસ દિવસીય મેગા મેડિકલ કેમ્પનો લાભ ૧૭૭૪ જેટલા દર્દીઓએ લીધો હતો. જેમાંથી જરૂરિયાતવાળાઙ્ગ ૪૧૩ દર્દીઓના વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યા હતા. દર વર્ષે આ દસ દિવસીય મેડિકલ કેમ્પનો ખર્ચ ૩૮ થી ૪૦ લાખ રૂપિયા જેવો દર વર્ષે ખર્ચ થતો હોય છે. જેમાં કોઈપણ દર્દી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. અને ઓપરેશન બાદ દર્દીને જયારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. ત્યારે દર્દી જે ગામના હોય તે ગામ સુધી વિનામૂલ્યે તેઓના દ્યર સુધી પહોંચાડવામાં આવે છે. સ્વ.ઉકાભાઈ સોલંકીના સ્વર્ગવાસ બાદ તેમના પત્ની નલીનીબેન સોલંકી દ્વારા આ મેગા મેડીકલ કેમ્પનું તમામ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતુ.

(11:51 am IST)