Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બગસરાના જુની હળીયાદ ગામે મેઘાણી હાઇસ્કૂલમાં એનએસએસ શિબિરનો પ્રારંભ

બગસરા, તા. ૯: બગસરા તાલુકાની જુની હળીયાદ ગામે નગરપાલિકા સંચાલિત ઝવેરચંદ્ર મેઘાણી હાઇસ્કૂલ દ્વારા એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર તથા ઉપપ્રમુખ નીતિષભાઇ ડોડીયા દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ શિબિર દરમ્યાન રાષ્ટ્રીય સેવાકીય પ્રવૃતિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમત ગમત, યોગ, વ્યસનમુકિત , પશુરોગ નિદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, લોકજાગૃતિ સ્વચ્છતા અભિયાન વ્યસનમુકિત વગેરે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે.

આ કાર્યક્રમ જુની હળીયાદના સરપંચ ચંપાબેન દેવગણીયા, રેખાબેન પરમાર, મહેશભાઇ વ્યાસ, બીપીનભાઇ વઘાસીયા, સ્નેહી પરમાર, મુન્નાભાઇ પાથર, મેઘાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ રામસિંહ પરમાર, ચાવડા, ઉપસરપંચ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક શિબિરનું આયોજન પ્રોગ્રામ ઓફીસર બી.એલ. રંગાડીયાએ કર્યું હતું.

(11:48 am IST)