Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર વાહનો ઝડપી લેવાયા

વઢવાણ,તા.૯: ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું સુરેન્દ્રનગર ની તપાસ ટીમ દ્વારા જીલ્લા માં ચાલતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગર ના ડમ્પર અંગે જુદા જુદા સ્થળે આકસ્મિક ચેકીંગ કરી ડમ્પર નંબર.(૧)GJ-13-AW-8700 બ્લેકટ્રેપ ખનિજ ઓવરલોડ વાહન માલિક હાર્દિકભાઈ આહીર,(૨)GJ-03-U-5282 સાદી રેતી ખનિજ રોયલ્ટી પાસ વગરની, વાહન માલિક રોહિતભાઈ ડાહ્યાભાઈ રબારી (૩)GJ-12-AT-6613 બ્લેકટ્રેપ ખનિજ રોયલ્ટી પાસ વગરની, વાહન માલિક સંજયભાઈ ભરતભાઈ વાદ્યેલાઙ્ગ (૪)GJ-12-V-6786 સાદી રેતી ખનિજ રોયલ્ટી પાસ વગરની વાહન માલિક રમેશભાઈ રબારી ૫)GJ 03 BV 9513 બ્લેક ટ્રેપ ખનિજ ઓવર લોડ વાહન માલિક દેવાભાઈ હામાભાઇ ભાંગરા , ૬) GJ 03 BW 0036 બ્લેક ટ્રેપ ખનિજ ઓવર લોડ વાહન માલિક દેવાભાઈ હામાભાઇ ભાંગરા ૭)ઞ્J-13-AW-5542 બ્લેક ટ્રેપ ખનિજ ઓવર લોડ વાહન માલિક જેશિંગભાઈ આ તમામ મુદ્દામાલ અંદાજિતઙ્ગ ૧ કરોડ ૩૫ લાખ રૂપિયાનો ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું સુરેન્દ્રનગર દ્વારા સીઝ કરવામાં આવેલ અને વાહન માલિક તેમજ ખનિજ વેચનાર અને ખનિજ ખરીદનાર વિરુદ્ઘ વિરુદ્ઘ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

(11:47 am IST)