Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પતિથી અલગ થવા પત્નિએ કરેલ છૂટાછેડાની અરજી મંજૂર

દ્વારકાની કોર્ટ દ્વારા અપાયેલ ચૂકાદો

દ્વારકા તા. ૯ :.. દ્વારકા તાલુકાનાં ટુંપણી ગામના શ્રીમતી પુરીબેન ડો/ઓ. દેવાણંદભાઇ ગોજીયાના છૂટાછેડાની અરજી દ્વારકાની કોર્ટે મંજૂર કરી હતી.

દેવભુમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના ટૂંપણી ગામના રહીશ દેવાણંદભાઇ કરશનભાઇ ગોજીયાની પુત્રી શ્રીમતી પુરીબેનના લગ્ન પીંડારાના રહીશ દેશુરભાઇ અરસીભાઇ લગારીયા સાથે સને ર૦૧૧ માં ટૂંપણી મુકામે થયેલાં પરંતુ પતિ-પત્નિ વચ્ચે ઘર-સંસાર બાબતે વાંધા તકરાર થતાં સને ર૦૧૭ માં શ્રીમતી પુરીબેનએ દેશુરભાઇ અરસીભાઇ લગારીયા સામે જામખંભાળીયા ની કોર્ટમાં છૂટાછેડા મેળવવા અંગેનો કેસ દાખલ કરેલો.

ત્યારબાદ દ્વારકા મુકામે સીનીયર કોર્ટ અસ્તીત્વમાં આવતાં સદર કેસ દ્વારકાની કોર્ટમાં સ્થળાંતરીત થતાં કોર્ટમાં સદર કેસ ચાલી જતાં શ્રીમતી પુરીબેનએ કરેલ છૂટાછેડા મેળવવા અંગેનો કેસ મંજૂર કરતો ન્યાયી હુકમ ફરમાવેલ છે. શ્રીમતી પુરીબેન તરફે વકીલો શ્રી શાહીદરઝા એ. ભંડેરી તથા ફુરકાન કે. ભંડેરી રોકાયેલા હતાં. 

(11:47 am IST)