Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કચ્છમાં વાવાઝોડાની આગોતરી માહિતી માટે આર્મ વોર્નિંગ સિસ્ટમ માટે સર્વ કામગીરી શરૂ

ભુજ,તા.૯:ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ગાંધીનગર દ્વારા એન.સી.આર.એમ.પી. અંતર્ગત કચ્છમાં વાવાઝોડાંની આગોત્ત્।રી જાણકારી મળી રહે એ હેતુસર કચ્છના કાંઠાળ વિસ્તારના આઠ તાલુકાઓનાં અલગ-અલગ ગામડાંઓમાં અર્લી વોર્નિંગ સીસ્ટમ લગાડવામાં આવનાર હોવાની વિગતો ડીઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ જણાવે છે.આ અંગે ગાંધીનગરથી જીએસડીએમએના કન્સલ્ટન્ટ કચ્છમાં જુદાં-જુદાં વિસ્તારોમાં અર્લી વોર્નિંગ  સીસ્ટમ લગાડવા સર્વે કામગીરી કરનાર હોઇ, સંબંધિત વિસ્તારોનાં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીઓને ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ભુજ દ્વારા જાણ પણ કરી દેવાઇ છે.

કચ્છમાં વાવાઝોડાંની આગોત્ત્।રી જાણકારી મળી રહે તે માટે લગાડવામાં આવનાર અર્લી વોર્નિંગ સીસ્ટમ અંગેની વિગતો આપતાં ડીઝાસ્ટર મામલતદાર શ્રી સી.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી અને પીંગલેશ્વર, માંડવી તાલુકામાં માંડવી, નાનાલાયજા, ત્રગડી, બાડા, ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા તાલુકામાં મુંદરા, ભદ્રેશ્વર, લુણી, નવીનાળ, શેખડીયા, થર્મલબાના, ઝરપરા, ગાંધીધામમાં ભારાપર, ચુંડવા, કંડલા, ભચાઉમાં  ચીરઇ મોટી, સુરજબારી, વાંઢીયા, રાપરમાં આડેસર અને લખપત તાલુકામાં લખપત અને નારાયણ સરોવર ખાતે સર્વેની કામગીરી હાથ ધરાઇ રહી છે.જીએસડીએમ દ્વારા ડેવલપ કરાયેલી અર્લી વોર્નિંગ સીસ્ટમ કચ્છમાં આઠ તાલુકાઓમાં લગાડવાના કાર્યમાં ભુજનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ  દ્વારા જરૂરી સંકલન પૂરૂ પાડવાની કામગીરી કરાઇ રહી છે, તેમ જણાવી ડીઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલે ચાલી રહેલી સર્વેની કામગીરી કન્ફર્મ થયાં બાદ કચ્છનાં આઠ તાલુકાનાં કાંઠાણ વિસ્તારોમાં અર્લી વોર્નિંગ સીસ્ટમ ઇન્સ્ટોલેશન અંગેની કામગીરી પણ હાથ ધરાનાર છે.આવનારા દિવસોમાં કચ્છમાં વાવાઝોડાંની આગોત્ત્।રી જાણકારી મળી રહેતા જિલ્લાના વહીવટીતંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કામગીરીને વધુ સુચારૂ અને અસરકારક રીતે હાથ ધરી શકાશે અને માનવ જીવન અને માલ-મિલ્કતને થતાં નુકશાનને અટકાવવા જેવાં અગમચેતીનાં પગલાં ભરી શકાશે, તેમ જણાઇ રહ્યું છે.

(11:47 am IST)