Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મેંદરડાના દાત્રાણામાં મહિલા ઉપર મહિલા સહિત ૩નો હુમલો

જુનાગઢ તા ૯ : મેંદરડા તાલુકાના દત્રાણા ગામે સીમ વિસ્તારમાં રહેતા કારીબેન સાદુરભાઇ બંધીયા (ઉ.વ.૩૦) ને અને ખોડાભાઇ જગમાલભાઇ બેડીયા સાથે શેઢાનું મનદુખ ચાલતુ હોય અને અગાઉ પોલીસ કેસ પણ થયેલ.

આ બાબતનું મનદુઃખ રાખી ગઇકાલે ખોડા જગમાલે કારીબેન ઉપર લાકડી વડે હુમલો કરી અને ખોડાભાઇની પત્ની રાણીબેન અને દીકરી પુનમે ઢીકા પાટુનો માર માર્યો હતો. બનાવ અંગે મહિલાની ફરીયાદ લઇ મેંદરડા પોલીસ જમાદાર કે.બી. ચુડાસમાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:47 am IST)