Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હળવદામાં મહર્ષિ ગુરુકુળમાં ૩૨ રમતોની સ્પર્ધા યોજાઇ

હળવદ,તા.૯:  મહર્ષિ ગુરુકુળ કેમ્પસ માં વિદ્યાર્થીઓ માટે નો રમતોત્સવ ખેલતે જાવઓ ખિલતેજા ખેલોત્સવ ૨૦૨૦ ઙ્ગરમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૨ રમતો માં વિદ્યાર્થીઓ એડ ભાગ લીધો હતો છ દિવસ સુધી રમતોત્સવ ચાલ્યો આ રમતોત્સવ ના ફાઇલ રાઉન્ડનુ ઓપનિંગ થયું સરકારશ્રીના ખેલ મહાકુંભ ના આયોજન જેવી રીતે જ જબરજસ્ત તમામઠાઠ માઠ સાથે ઓપનિંગ થયું સંસ્થાનો ધજારોપણ , N C C ઙ્ગકેરેટ , માર્ચપાસ ,યોગ , જીમનાસ્ટિક ઢોલ ત્રાસ આતીશબાજી થી મેદાન ગુંજી ઉઠ્યું આ ખેલ ઉત્સવમાં૧૨૬૮ રમતવીરો ભાગ લીધો હતો.

આ રમત ઉત્સવ માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મેડલ શિલ્ડ એનાયત કરવામાં આવ્યા રમતો ના વિજેતાઓ અને રનર અપ ઙ્ગવિદ્યાર્થીઓને ઙ્ગમહર્ષિ ગુરુકુળ ઙ્ગના એમડી ઙ્ગરજનીભાઈ સંદ્યાણીએ રમતોત્સવના ઙ્ગતમામ વિજેતા મેડલ સાથે પીઠ થાબડીને શુભેચ્છા પાઠવી હતી.

આ રમતોત્સવ સફળ બનાવવા માટે રાજુભાઈ ચનિયારા ,સુરેશભાઈ બારૈયા, રાકેશભાઈ ડાંગર, સુરેશભાઈ મોધરીયા જીતુભાઈ શાહ સહિતના શિક્ષક પરિજનોએ જહેમત ઉઠાવી હતી.

(11:46 am IST)