Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમરેલી કેમીસ્ટ એશોસીએશન દ્વારા સાંસદને આવેદન

ઓનલાઇન વેચાતી દવાઓ ઉપર પ્રતિબંધ લાવવા માટે

અમરેલી તા. ૯: ધી ઓલ ઇન્ડીયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એશોસીએશન દ્વારા ઓનલાઇન વેચાતી દવાઓની બધી માટે સમગ્ર દેશના ચુંટાયેલ પ્રતિનિધિઓને આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી કેમીકસ્ટ એશોસીએશનના હોદેદારોએ સાંસદ નારણભાઇ કાછડીયાને એ.આઇ.ઓ.સી.ડી. પ્રેરિત આવેદન પત્ર આપેલ હતું. આ તકે, એશોસીએશનના ચેરમેન હરેશભાઇ વેકરીયા, પ્રમુખ રોહીતભાઇ રૈયાણી, સેક્રેટરી મનીષભાઇ ડોબરીયા, ખજાનચી ઘનશ્યાભાઇ કુજડીયા, કારોબારી સભ્યો પરેશભાઇ અકબરી, વિજયભાઇ દેસાઇ અને જયેશભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આજે જે દવાઓ ડોકટરો/સર્જનો પણ દર્દીઓને ખુબ જ ગંભીરતા પૂર્વક વિચારીને જ લખી આપતા હોય છે તે દવાઓ ઓનલાઇનના માધ્યમથી સરળતાથી મળી રહેતી હોવાને લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે. ખાસ કરીને આજે યુવાઓ ડ્રગ્સની માત્રા ધરાવતી દવાઓ લઇ નશો કરી રહ્યા હોવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે અને જેનો તેમના માતા-પિતાને ખ્યાલ પણ હોતો નથી. આજે ડોકટરી સલાહ લીધા વગર જ ઓનલાઇન સીધી જ દવાઓ મગાવી તેનું સેવન કરવાને લીધે લોકોમાં આડઅસર જોવા મળી રહી છે.

સરકારશ્રી તરફથી મહિલાઓના સરક્ષણ માટે 'બેટી બચાવો-બેટી પઢાવો' અભિયાન ખુબ જ સારી રીતે ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગર્ભપાતની દવાઓ ઓનલાઇન સરળતાથી મળી રહેતી હોવાને લીધે સરકારશ્રીના 'બેટી બચાવો-બેટી પઢાવો' અભિયાનમાં આ એક રોડા સ્વરૂણ ગણાય. ઉપરાંત સુપ્રિમ કોર્ટ પણ ગત વર્ષ ર૦૧૯માં ઓનલાઇન મળતી દવાઓના પ્રતિબધ માટે ચુકાદો આપેલ છે. જેથી ઓનલાઇન મળતી દવાઓ ઉપર પ્રતિબંધ લાવવા માટે આવેદન પત્રના અનુસંધાને સાંસદશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવશે તેવી બાંહેધરી આપેલ.

(11:46 am IST)