Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગર આયુર્વેદ અભ્યાસ અને સંશોધન સંસ્થા - આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહતા ધરાવતો દરજજો આપતુ કેન્દ્રીય મંત્રીમંડળ

જાહેર આરોગ્ય આયુર્વેદની મહતા અને પ્રસાર વધશેઃ નરેન્દ્રભાઇ મોદીનો વિજ્યભાઇ રૂપાણીએ આભાર માન્યો

જામનગર,તા.૯: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંસ્થાન તરીકેનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.ઙ્ગ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને કેન્દ્ર સરકારના સતત મળતા માર્ગદર્શન અને નવિનતમ પ્રોજેકટ્સની ભેટ શ્રૃંખલામાં આ એક વધુ ગૌરવપ્રદ ભેટ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો છે.ઙ્ગ

કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણય અનુસાર જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંકુલના વિવિધ સંસ્થાનો જેમકે ઇન્સ્ટિટ્યૂટ ફોર પોસ્ટ ગ્રેજયુએટ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સિઝ તથા ફાર્મસી યુનિટના એકત્રીકરણ સહિત મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ફોર યોગ એન્ડ નેચરોપથી એજયુકેશન એન્ડ રિસર્ચને ભારત સરકારના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વાસ્થ્યવૃત્ત્। વિભાગ અંતર્ગત મૂકવામાં આવી છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણયને વધાવતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં આયુર્વેદની સ્વીકૃતિ વધી રહી છે અને લોકોના જીવનમાં આયુર્વેદની ભૂમિકા પણ વધી રહી છે ત્યારે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંકુલની આયુર્વેદ સંસ્થાઓના કલસ્ટરને રાષ્ટ્રીય મહત્વ પ્રદાન થવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદની મહત્ત્।ા અને પ્રસાર વધશે.

સંસદના આગામી સત્રમાં જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકે દ્યોષિત કરવા અંગેનું વિધેયક રજૂ કરવામાં આવશે તેમ પણ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ભારતે જ દુનિયાને આયુર્વેદની ભેટ આપી છે અને આજે આયુર્વેદનું વૈશ્વિક સ્તરનું શિક્ષણ-તાલીમ આપતી શ્રેષ્ઠ સંસ્થાઓ માટે આખી દુનિયા ભારતની તરફ મીટ માંડીને બેઠી છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દૃષ્ટિવંત નેતૃત્વમાં થયેલો આ નિર્ણય સમયોચિત અને લાંબા ગાળાના સુંદર પરિણામ સર્જનારો છે.

આયુર્વેદ સારવારની ઓછી ખર્ચાળ પદ્ઘતિ છે અને તેમાં માત્ર રોગના ઉપચાર જ નહીં પણ નિવારણનો ભાવ પણ સમાયેલો છે, અને આ નિર્ણયથી આયુર્વેદને સમકાલીન વેગ આપવાના પ્રયાસો પણ વેગવાન બનશે. આનાથી જાહેર આરોગ્ય માટેનો સરકારનો ખર્ચ તો દ્યટશે જ, તદુપરાંત લોકોને પણ તેનો બહુ મોટો લાભ થશે.

કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયના પગલે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય માગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો દ્યડવાની અને આધુનિક મૂલ્યાંકન પદ્ઘતિ અપનાવવાની સ્વાયત્ત્।ા મળશે તેમજ તે આયુર્વેદની વિરાટ ક્ષમતાને સમાજમાં ઉંડે સુધી પ્રસરાવવા માટે પોતાના સર્ટિફિકેટ કોર્સ પણ દ્યડી શકશે અને ઇન્સ્ટિટ્યૂટને ઇન્ટર-ડિસિપ્લિનરી ગઠબંધનો સુનિશ્યિત કરવામાં પણ મદદ મળશે.

ગુજરાત આર્યુવેદ યુનિવર્સીટીને મળેલ સ્પેશિયલ દરજ્જાને શહેર ભાજપ દ્વારા આવકાર

જામનગર,તા.૯: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની વાળી કેન્દ્ર સરકારે જામનગરની વિશ્વભરમાં એક માત્ર ગુજરાત આર્યુવેદ યુનિવર્સીટીને સ્પેશિયલ દરજ્જો આપવાની જાહેરાત કરેલ છે. જેનાથી આર્યુવેદ વિજ્ઞાનનો વૈસ્વિક પ્રભાવ વધશે.

સાથોસાથ યુનિવર્સીટી પોતાના કાર્યક્ષેત્રમાં નવા અભિયાસક્રમો (સિલેબસ) દાખલ કરી શકશે. ઉપરાંત નવા પ્રયોગો કરી નવી તકો પ્રાપ્ત કરી નવી દિશામાં પ્રગતિ કરી શકશે. સરકારના આ નિર્ણયથી આર્યુવેદ વિજ્ઞાનના વૈસ્વિક વિકાસની તકો ઉજળી થશે અને આ નિર્ણયથી યુનિવર્સટીને પોતાની તમામ પ્રવૃત્ત્િ।ઓ માટે પૂરતું ભંડોળ સરકાર તરફથી ઉપલબ્ધ થશે.ઙ્ગ

આમ કુલ મળીને ગુજરાત આર્યુવેદ યુનિવર્સીટીને સ્પેશિયલ દરજ્જો આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને શહેર ભાજપના અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, રાજય સરકારના મંત્રીશ્રીઓ આર.સી.ફળદુ, ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સાંસદ બહેનશ્રી પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, મહામંત્રીશ્રીઓ ધર્મરાજસિંહ જાડેજા, વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બામણીયા, ડે.મેયર કરશનભાઇ કરમુર, સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, તેના દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન પરમાર, સહીત શહેર સંગઠનના હોદેદારોએ અવકારેલ છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર સરકારનો આભાર માનેલ છે. તેમ એક અખબારી યાદીમાં મીડિયા સેલના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ની યાદી માં જણાવવામાં આવેલ છે.

(1:17 pm IST)