Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમરેલી જિલ્લાના ગામડાઓના વિકાસ માટે ૧પ૭ કરોડથી વધુ રકમ ગ્રામ પંચાયતોમાં સીધી ફાળવવામાં આવી

છેલ્લા પાંચ વર્ષમાં ગામડાઓની માળખાકીય સુવિધા માટે મોદી દ્વારા : ૧૪માં નાણાપંચ, પ્રોત્સાહક યોજનાની યોજનાકીય : ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ૧પ૭ કરોડથી વધુ રકમ ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ સુધીમાં ફાળવી : જિલ્લાના ગામડાઓના વિકાસ માટે છેલ્લા : પાંચ વર્ષમાં વિવિધ ૧૧ તાલુકાઓમાં ૭૧૭૯ કામો મંજુર કરી ગ્રાન્ટ ફાળવાઇ

અમરેલી, તા. ૯ : દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની ભાજપની કેન્દ્ર સરકારે દેશના ગામડાઓમાં માળખાકીય સુવિધા વધે અને ગામ, ગરીબ અને કિસાનનો સર્વાંગી વિકાસ થાય તે દીશામાં અનેક જરૂરી પગલાઓ, નિર્ણયો અને યોજનાઓ અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તીના ધોરણે જન સંખ્યાના આધારે ગામડાઓનો વિકાસ થાય તે માટે નાણાપંચની ગ્રાન્ટો ફાળવતા હોય છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડુ એ દેશનો આત્મા છે અને ગામડાનો વિકાસ ગ્રામજનો સાથે મળીને કરશે તો દેશનો વિકાસ ચોક્કસ થશે એ ધ્યેય સાથે ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયતોને સીધી આપવામાં આવે છે અને આ ગ્રાન્ટમાંથી ગામના વિકાસના જરૂરીયાત મુજબ કયા કામો કરવા તેનો નિર્ણય ગ્રામસભા અને ગ્રામ પંચાયત કરી રહી છે. આવા સર્વાંગી હિત ધરાવતા નિર્ણયના હિસાબે અમરેલી જિલ્લામાં ગામડાઓના વિકાસના કામો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તેમ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્યું છે.

જે અંતર્ગત વર્ષ ર૦૧પ-૧૬ થી વર્ષ ર૦૧૯-ર૦ સુધીમાં ૧૪માં નાણાપંચના આયોજન હેઠળ અને પ્રોત્સાહક ગ્રાન્ટ હેઠળ અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજનાકીય કામો મંજૂર કરી ગ્રાન્ટ ફાળવેલ છે. જેમાં અમરેલી તાલુકામાં ૮ર૭ કામો પૂર્ણ થતા ૧૬ કરોડ ૮૦ લાખ જેવી રકમ ફાળવવામાં આવી છે. લીલીયા તાલુકામાં ૪૯૮ કામો પૂર્ણ થતા ૮ કરોડ જેવી રકમ ફાળવી છે. લાઠી તાલુકામાં ૬૩૭ કામો પૂર્ણ થતાં ૧૪ કરોડ ૪૦ લાખ જેવી રકમ ફાળવી છે. બાબરા તાલુકામાં પર૯ કામો પૂર્ણ થતા ૧૪ કરોડ ૬૭ લાખ રકમ ફાળવી છે. તેજ રીતે બગસરા તાલુકામાં પ૧૧ કામો પૂર્ણ થતાં ૮ કરોડ, ધારી તાલુકામાં ૯૧૯ કામો પૂર્ણ થતા ૧૭ કરોડ ૭૯ લાખ, કુંકાવાવ તાલુકામાં ૭૪૧ કામો પૂર્ણ થતા ૧૩ કરોડ ૩પ લાખ જેવી રકમ સીધી જ વિવિધ ગ્રામ પંચાયતોના ખાતામાં જમા કરાવી છે. ખાંભા તાલુકામાં પપ૦ કામો પૂર્ણ થતાં ૧ર કરોડ ૧૦ લાખ જેવી રકમ, રાજુલા તાલુકામાં ૭૪ર કામો પૂર્ણ થતા ૧૮ કરોડ ૭૩ લાખ જેવી રકમ, જાફરાબાદ તાલુકાના ૪૩પ કામો પૂર્ણ થતાં ૧૦ કરોડ ૩૪ લાખ જેવી રકમ, તેમજ સાવરકુંડલા તાલુકામાં તાલુકામાં ૭૯૦ કામો પૂર્ણ થતા ર૩ કરોડ ર૬ લાખ જેવી રકમ ગામડાઓના વિકાસ અર્થે કેન્દ્ર સરકાર દ્વારા સીધી જ ગ્રામ પંચાયતોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી, આ રીતે જિલ્લાભરમાં ૧૧ તાલુકાઓમાં ૭૧૭૯ કામો મંજુર કરી ૧પ૭ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ ગામડાઓમાં વિકાસના વિવિધ કામો માટે પ્રજા હિતાર્થે ભાજપની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવીને કરવામાં આવ્યા છે. જિલ્લાના ગામડાઓના વિકાસ માટે આવી માતબર રકમ ફાળવતા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો હીરપરાએ આભાર માન્યો છે.

(11:46 am IST)