Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ધારીના પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના માતુશ્રીનું અવસાનઃ દેહદાન

અમરેલીઃ ધારી મુળ કુબડા ગામના વતની અને ધારીમાં રહેતા પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પોતાના સાથી-મિત્રો દ્વારા અનેકવિધ સેવા પ્રવૃતિઓ કરી ધારી-બગસરા-ખાંભામાં માનવ સેવાનો મહાયજ્ઞ આદર્યો છે. ત્યારે પોતાના માતુશ્રી નાનુબેન નાનજીભાઇ કોટડીયાના દેહાંત થતા એમના દેહનું દાન કરવાની નલીનભાઇ કોટડીયાની ઇચ્છાને સમસ્ત કોટડીયા પરીવારે સ્વીકારી દેહદાનનો નિર્ણય કર્યો અને આજરોજ તા.૮-૧-૨૦૨૦ના દિવસે ગુજરાતના દાનવીર તરીકે મોખરાનું સ્થાન ધરાવતા વસંતભાઇ ગજેરા અને  એમની ટીમ દ્વારા શાંતાબા મેડીકલ કોલેજ માં દેહદાન કરી માનવસેવાની જયોતને વધુ પ્રજજવલીત કરી છે.

નલીનભાઇએ આવેલા લોકોને પણ અપીલ કરી છે કે ચક્ષુદાન અને દેહદાન સૌ કોઇ કરે અને મેડીકલ સાયન્સમાં અભ્યાસ કરતા જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનવા સૌ કટીબધ્ધ બને.

પોતાના વડીલબંધુ કાળુભાઇ, સ્વ. હિંમતભાઇ, દિકરા જીજ્ઞેશ, અતુલ, પ્રશાંત અને દિકર જય સાથે પરીવારના શ્રી ઓધવજીભાઇ, ભાઇલાલભાઇ, હરીભાઇ, પ્રદીપભાઇ સૌએ આ નિર્ણયમાં સહમતી આપી હતી. ત્યારે માતૃભૂમિ સેવા સંઘના પ્રમુખ વિનુભાઇ કાથરોટીયા, ડો.પડસાલા, ભુવા, વાઘેલા, સતિષ કોરાટ, વિપુલ કાછડીયા, વજુ કાનાણી, યજ્ઞેશ શીંગાળા, સંજય મોડા, બાબુભાઇ કોટડીયા, ગોકુળભાઇ કોટડીયા, નવનીતભાઇ રૂડાણી, સુખદેવભાઇ નસીત, રવજીભાઇ હિરપરા, દાસભાઇ સાવલીયા, કિશોરભાઇ સભાયા, ઘનશ્યામભાઇ રંગપરીયા, રમણીકબાપુ, કાળુભાઇ સોલંકી, મનસુખ પડસાલા, ઉપેન્દ્ર ખુંટ, ડો.ગોંડલીયા વગેરેએ આજના નિર્ણયને આવકારી માતૃભૂમિની આ કામગીરીમાં વધુ એક કલગી લાગી હોવાનો સંતોષ વ્યકત કરેલ, અમરેલી ખાતે ચતુરભાઇ ખુંટ, એમ.કે.સાવલીયા, મેડીકલ સ્ટાફ, વિપુલ કોટડીયા વગેરેએ ડેડબોડીને સ્વીકારી કોટડીયા પરીવારનો આભાર માન્યો હતો.

ધારી તાલુકાના કુબડા ગામના રહીશ સ્વ.નાનુબેન નાનજીભાઇ કોટડીયા, ઉ.વ.૯૪, તે શ્રી કાળુભાઇ એન.કોટડીયા, સ્વ.હિંમતભાઇ એન.કોટડીયા તથા શ્રી નલીનભાઇ એન.કોટડીયા (માજી ધારાસભ્ય)ના માતૃશ્રીનું તા.૮ને બુધવારે શ્રીજી ચરણ પામ્યા છે. સદગતનું બેસણું તા.૧૦-૧-૨૦૨૦ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી મું.કુબડા, તા.ધારી મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. દીવંગત જીવનું દેહદાન અમરેલી શાંતાબા મેડીકલ કોલેજમાં કરી કોટડીયા પરીવારે એક દિશાસૂચક ઉદાહણ પુરૂ પાડયુ છે.

(11:31 am IST)