Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

માધવપુર (ઘેડ)ના કોન્સ્ટેબલનું ચાલુ ફરજે હાર્ટ એટેકથી મોત

પોરબંદર તા. ૯: માધવપુર (ઘેડ) ના કોન્સ્ટેબલ મેણંદભાઇ માલદેભાઇ ઓડેદરા (ઉ. પ૪) ચાલુ ફરજે હૃદયરોગનો હુમલા બાદ મોત નીપજતા તેના પરિવાર તથા પોલીસ બેડામાં શોક વ્યાપી ગયેલ હતો.

કોન્સ્ટેબલ મેણંદભાઇને ચાલુ ફરજમાં છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલ અને સારવારમાં તેમનું મોત નીપજયું હતું.

(11:30 am IST)