Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

શિક્ષણ થકી જ પ્રગતિ પ્રાપ્ત કરવા ટેકનીકલ યુગમાં ઉચ્ચ શિક્ષણ જરૂરીઃ લલીત વસોયા

ધોરાજી મુસ્લિમ મિડલ સ્કુલમાં સન્માન સમારંભ

ધોરાજી તા.૯ : મુસ્લિમ મિડલ સ્કુલમાં વર્ષ-ર૦૧૮/૧૯ માં ધોરણ-૧૦+૧રમાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રોત્સાહિત કરવા સન્માન સમારંભ નિવૃત પોલીસ મહાનિદેશ એ. આઇ.સૈયદના પ્રમુખ સ્થાને યોજાયેલ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિી સ્પે. આઇ. જી. એમ. એ.મ. અનારવાલાએ જણાવેલ કે સફળતા માટે શિક્ષણને લક્ષ્ય બનાવો સારૂ વિચારો અને સારા પુસ્તકો વાંચીને જ્ઞાન પાપ્ત કરો, વિશ્વની સાથે કદમ મિલાવવા માટે સઘન અભ્યાસ જરૂરી છે પ્રગતિ માટે પ્રયાસ અને શિસ્ત જરૂરી છે. આપણે સૌ સાથે મળીને ભારતને એક ખુબ સુરત દેશ બનાવીએ કુરઆનમાં વર્ણન મુજબ ખુદા પાકે પુરૂષો માટે શિક્ષણ ફરજીયાત કરેલ છે. ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ઉચ્ચ શિક્ષણ ઉપર ભાર મુકી ટેકનીકલ યુગમાં સમાજને અપડેટ કરવા, અને શિક્ષણ થકી જ પ્રગતિ પ્રાપ્ત કરવા અનુરોધ કરેલ હતો.

નિવૃત ડી.વાય.એસ.પી.સિરાજ ઓ.ઝબાએ લઘુમતિ સમાજમાં શિક્ષણનો અભાવ દુર કરી શૈક્ષણિક ક્રાંતિ લાવવા તથા દિકરા-દિકરી વચ્ચેની શૈક્ષણીક અસમાનતા દુર કરવા જણાવેલ હતું.

પ્રમુખ સ્થાનેથી નિવૃત પોલીસ મહાનિર્દેશક એ આઇ.સૈયદએ, અડધો રોટલો ખાઇને પણ બાળકોને ભણાવવા ઉપર ભાર મુકેલ હતો. મહેનતનો કોઇ વિકલ્પ નથી. સમાજમાં શૈક્ષણીક નવજાગૃતિ કરવાનો હુકમ છે, જેનો અમલ જરૂરી છે.

ચાલુ વર્ષે પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્યમ મુલ્લા આમના ઇસ્માઇલ (૯૯.૦૭) પઠાણ શાહીલ અસમલ (૯૦.ર૮) અંગ્રેજી માધ્યમ પોઠીયાવાલા અંનજલના ફેસલ (૯૭.૩૪) તૈલી એહમદરઝા ઇકબાલ (૮૩.પ૯) ઇગારીયા મેહબીશ અલતાફ (૯૮.પ૧)નો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મેમણ જમાત (સુરત)ના પ્રમુખ મકસુદ ગોડીલ, માજી પ્રમુખ જુનેદ છુટાણી, પોલીસઇન્સ્પેકટર વિજયકુમાર જોષી, ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોઝ લકકડકુટા, બકાલી જમાતના પ્રમુખ ઇમ્તીયાઝ ખોખરા, સુધરાય સભ્ય અને પઠોયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તીયાઝ ઇબ્રાહીમ મુસ્લીમ અગ્રણી હાજી ઇબ્રાહીમ કુરેશી, રઝાકભાઇ ઘોડી, જુનેદ લાટીવાલા, મુકીમ હસનફતા (મુંબઇ) ડો.કૈયુમ માકડા વાલીણ એ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી.શાળાના ચેરમેન હાજી તુફેલ નુરાની તથા ટ્રસ્ટી અમીનભાઇ નવિવાલએ સૌનું સ્વાગત કરેલ હતું આ તકે  બાળકોએ વિવિધ સાંસ્કૃતિક તથા દેશભકિતના ગીતો રજુ કરેલ હતા. આભારવિધિ સલીમભાઇ પાનવાલા (જી.ઇ.બી.) એ કરેલ હતી.

(11:29 am IST)