Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ધોરાજી આંગણવાડી-મહિલાઓ દ્વારા રેલી- સુત્રોચ્ચાર ધરણા પ્રદર્શન

ધોરાજી, તા. ૯ : ધોરાજીમાં આંગણવાડી મહીલા ઓ દ્વારા રેલી કાઢી અને સુત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ ને લઈને દ્યરણા પ્રદર્શન કરવામાં આવેલ

ધોરાજી: ગુજરાત નાં આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ધરણાં દેખાવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી વર્કર આશા વર્કર બહેનો તથા અન્ય કામગીરી બજાવતી બહેનો ને જે કામગીરી માં શોષણ તથા વધું પડતી કામગીરી થી હેરાનગતિ વેઠવી પડતી હોય અને આઈ સી ડી એસ નું સીધું આડકતરું ખાનગી કરણ બંધ તેમજ પ્રી સ્કુલ નો સમાવેશ આંગણવાડી કેન્દ્ર માં રાખો લદ્યુતમ વેતન આપો અન્ય રાજય ની જેમ નિવૃતિ વય મર્યાદા ૬૦ કરવાનાં ગુજરાત સરકાર ને આદેશ આપો સુપરવાઇઝર માંથી મુખ્ય સેવિકા અને હેલ્પર માથી વર્કર માં પ્રમોશન નાં નિણઁય કરો જેવી અનેકવિધ માગણીઓ ને લઈને આજરોજ ધોરાજી નાં બંબા ગેઈટ પાસે સ્ટેશન રોડ પર થી મુખ્ય માર્ગ પર રેલી કાઢી સુત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો અને ધોરાજી ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું અને આ કાર્યક્રમ માં રાજય સરકાર ના મુખ્ય મંત્રી અને ભારત નાં વડાપ્રધાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં અને ધોરાજી ઉપલેટા જામકંડોરણા અને ગોંડલ ની મહીલા ઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

(11:28 am IST)