Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ધોરાજીમાં રાજવી કાળની સ્કુલની દયનીય હાલત !!

પ્રાથમિક શાળા નં. ૧ ભગવતસિંહજી શાળા તથા શાળા નં.૮માં ૭-૭ રૂમવાળુ બિલ્ડીંગ જર્જરીત વિદ્યાર્થીઓ ઘટતા જતા બિલ્ડીંગને તાળા મારવાની ફરજ પડી રહી છે. : વિદ્યાર્થીઓની સલામતી માટે જેતપુર રોડ પરથી કન્યા શાળામાં હાલ ભણાવાઇ રહ્યા છે. : રાજાશાહી વખતની ઇમારતોને રાજ્યના શિક્ષણ વિભાગે બચાવવા ઉઠેલી લોક લાગણી

ધોરાજી,તા.૯: એક બાજુ વિદ્યાર્થીઓના વાલીઓની ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની દોટ અને બીજી તરફ સરકારના સર્વ શિક્ષાના સરકારના પોકળ નારાઓ વચ્ચે આજે સરકારી શાળાઓનું શિક્ષણ આજે કથળતું જોવા મળી રહ્યું છે.ત્યારે ગોંડલના કેળવણી પ્રિય રાજવી મહારાજા સર ભગવતસિંહજીની ધોરાજીમાં ૧૮૫૪જ્રાક્નત્ન કાર્યરત થયેલ શાળાના કથળતા જતાં શિક્ષણ અને વિદ્યાર્થીઓની દ્યટતી જતી સંખ્યા વચ્ચે શાળાની હાલત ખંઢેર થઈ જવાં પામી છે.રાજાશાહીયુગમાં મહારાજા સર ભગવતસિંહજી પોતાના રાજયમાંઙ્ગ ફરજીયાત કન્યા કેળવણીની અમલવારી કરાવતા હતાં તો બીજી તરફ વર્તમાન લોકશાહીમાં સરકાર દ્વારા સર્વ શિક્ષાના પોકળ નારાઓ લગાવી રહી છે.તેમ છતાંઙ્ગ ધોરાજીના ત્રણ દરવાજા મેઈન બજારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર-૧ ભગવતસિંહજી શાળા અને શાળા નંબર આઠ આવેલ છે.એ સાત રૂમ સાથેનું સ્કૂલ બિલ્ડીંગ ખંઢેર થઈ જવાં પામ્યું છે.જેમને લઈને ન છૂટકે સ્કૂલ બિલ્ડીંગને અલીગઢ તાળા મારવાની ફર્જ પડી છે.પ્રાથમિક શાળામાં દિવસેને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં દ્યટાડાની સાથે ધોરણ ૧ થી ૫જ્રાક્નત્ન માત્ર ૧૦દ્મક ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.તો બીજી તરફ શાળા નંબર આઠ આવેલ છે તેમાં માત્ર આઠમા ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલી રહ્યો છે.ત્યારે બંને સ્કૂલના ખંઢેર બનેલા સ્કૂલ બિલ્ડીંગોની વચ્ચે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરીને જેતપુર રોડ પર આવેલ કન્યા વિદ્યાલયમાં ગણ્યા ગાઠ્યા રૂમો ફાળવીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

સરકાર ભલે સર્વ શિક્ષાના નારાઓ લગાવે પરંતુ ધોરાજીની રાજવી કાળની શાળાના શિક્ષકોની નવા સ્કૂલ બિલ્ડીંગ માંગ તંત્ર અને સરકારના બહેરા કાને અથડાઈ રહી છે.આ સાથે અન્ય વિદ્યાર્થીઓ લેવામાં આવતીઙ્ગ બોર્ડની પરીક્ષા વેળાએ ન છૂટકે વિદ્યાર્થીઓને ફરી જૂના ખંઢેર સ્કૂલ બિલ્ડીંગમાં સીફ્ટ કરવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત ધોબીના કૂતરા માફક ન દ્યરના કે ન દ્યાટના જેવી થવાં પામી છે.

(11:27 am IST)