Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભાવનગરનાં વેળાવદર નજીકથી ૨ બોલેરો- કારમાંથી ૨૧૬૦ બોટલ દારૂ જપ્ત

ભાવનગર તા.૯:ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવઙ્ગ દ્વારા રેન્જમાં પ્રોહી બુટલેગરો ઉપર સફળ રેઇડો કરી પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના કરતાં ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરઙ્ગ દ્વારા ખાસ પ્રોહી અંગે કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચન મુજબ ભાવનગર ડિવિઝનનાં ના.પો.અધિ.શ્રી.એમ.એચ.ઠાકર ના માર્ગદર્શન હેઠળ વેળાવદર પોલીસ સ્ટેશનનાઙ્ગ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આઈ.ડી.જાડેજાઙ્ગ દ્વારા પોલીસ સ્ટાફનાં માણસોને જરૂરી માર્ગદર્શન આપી વિદેશી દારૂ અંગે બાતમી મેળવવાં સુચના કરેલ જે સુચના અને માર્ગદર્શન મુજબ વેળાવદર પોલીસ સ્ટેશનનાઙ્ગ

ભ્લ્ત્ આઈ.ડી.જાડેજા તથા ખ્લ્ત્ બી.વી.જાડેજા તથા ણ્ઘ્.ડી.એન.રાણા તથાઙ્ગ ભ્ઘ્ અનિરૂસિંહ રામદેવસિંહ તથાઙ્ગ ભ્ઘ્ રાજુભાઇ ગુણુંભાઈ તથાઙ્ગ ભ્ઘ્ શકિતસિંહ વિરામદેવસિંહ તથા ભ્ઘ્ તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા ભ્ઘ્ નરેન્દ્રસિંહ વનરાજસિંહ તથા ભ્ઘ્ રાજુભાઇ ધનજીભાઈઙ્ગ વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ ચેકિંગ દરમિયાન શકાસ્પદ હિલ ચાલ જોતા ગોકુલપરા જવાના રસ્તે ચેક કરતા બે બોલેરો પિક અપ તથા એક વોકસવેગન કાર માં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ ૨૧૬૦ જથ્થો સાથે બે મોબાઈલ તથા ટાલપત્રી તથા રોકડા રૂ. ૩૫૦૦ સાથે કુલ કી. રૂ. ૧૫,૫૩૫૦૦/- સાથે ઝડપી પાડતી આરોપી વિનોદસિંહ ઉર્ફે કુલદીપસિંહ અજીતસિંહ ચુડાસમા ઉ.વ ૨૨ રહે માડીવી કચ્છ વાળાને ઝડપી પાડેલ છે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરાવામાં આવેલ છે.

(11:46 am IST)