Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગોડલના દેવડા ગામે વર્લી ફીચરની રેઈડ: બે આરોપીને ઝડપી લેતી એલસીબી રાજકોટ રૂરલ

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણાની સૂચનાથી પો.ઈન્સ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ,જયેન્દ્રસિંહ વાઘેલા , અનીલભાઈ ગુજરાતી , રવિદેવભાઈ બારડ , પો, કોન્સ,દિવ્યેશભાઈ સુવાને બાતમી મળેલ કે ગોડલ તાલુકા ના દેવડા ગામે બસ સ્ટેન્ડ પાસે બે શખ્શો વરલી ફીચર ના આંકડા લખતા ઈમરાન આલમભાઈ ગવલી જાતે.સુમરા( રહે.વડીયા જી.અમરેલી  દિલીપભાઈ ભીખુભાઈ જોષી જાતે.બ્રાહમણ (રહે. દેવડા તા.ગોડલ) વાળા ઓને વર્લી ફીચર ના સાહીત્ય સાથે રોકડ રૂ.૫,૭૮૦  તથા મોબાઈલ-૨ , મો.સા સહિત કુલ મુદામાલ ૩૭,૨૮૦ સાથે પકડી પાડી આરોપી ને અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી

(9:23 pm IST)