Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભાવનગરમાં બે મહિલાને કોરોના પોઝિટિવ: બન્ને મહિલાઓ નિઝામુદ્દીન એક્સપ્રેસથી આવેલ :રાજ્યમાં કુલ 97 કોરોના સંક્રમિત

ભાવનગરના 15 પરીક્ષણ કરાયા જેમાં 12 નેગેટિવ :2 પોઝિટિવ : એક નો રિપોર્ટ સવારે આવશે

ભાવનગર : ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ભાવનગરમાં આજે કુલ 15 સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું જેમાં 12 નેગેટિવ આવ્યા હતા જયારે બે મહિલાને પોઝિટિવ રિપોર્ટ આવેલ જયારે અન્ય એક રિપોર્ટ સવારે આવશે ભાવનગરમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 97એ પહોંચી છે

 જાણવા મળ્યા મુજબ આ બંને કોરોના પોઝિટિવ મહિલાઓ નિઝામુદ્દીન એક્સપ્રેસથી આવ્યા હતા

 

(12:46 am IST)
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ : ૫ લાખ એડ બુકીંગના રીફંડ :લોકડાઉનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ૫ લાખ રૂપિયા એડવાન્સ બુકીંગ એમાઉન્ટ રીફન્ડ કરવામાં આવી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વર્ષે ૪૦ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે છે ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોક ડાઉનના કારણે પ્રવાસીઓ માટે બંધ છે. access_time 12:59 pm IST

  • હોકી ઇન્ડિયાએ વડાપ્રધાનશ્રીના ''પીએમ-કેર'' ફંડમાં ૭પ લાખનું દાન આપ્યું છે. જાણીતા ગોલ્ફર અનીરબન લાહીરીએ ૭ લાખ જાહેર કર્યા access_time 4:31 pm IST

  • રેશનીંગનો જથ્થો પુરતો ન મળતા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્યનો આક્રોશઃ લલિત વસોયા ડે. કલેકટરની ઓફિસમાં ટેબલ ઉપર ધરણામાં બેસી ગયાઃ અટકાયત access_time 1:01 pm IST