સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd April 2020

ભાવનગરમાં બે મહિલાને કોરોના પોઝિટિવ: બન્ને મહિલાઓ નિઝામુદ્દીન એક્સપ્રેસથી આવેલ :રાજ્યમાં કુલ 97 કોરોના સંક્રમિત

ભાવનગરના 15 પરીક્ષણ કરાયા જેમાં 12 નેગેટિવ :2 પોઝિટિવ : એક નો રિપોર્ટ સવારે આવશે

ભાવનગર : ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ભાવનગરમાં આજે કુલ 15 સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું જેમાં 12 નેગેટિવ આવ્યા હતા જયારે બે મહિલાને પોઝિટિવ રિપોર્ટ આવેલ જયારે અન્ય એક રિપોર્ટ સવારે આવશે ભાવનગરમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 97એ પહોંચી છે

 જાણવા મળ્યા મુજબ આ બંને કોરોના પોઝિટિવ મહિલાઓ નિઝામુદ્દીન એક્સપ્રેસથી આવ્યા હતા

 

(12:46 am IST)