Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ધ્રોલ-જામનગરમાં એટીએમમાંથી રોકડ ઉપાડીને છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઇ

 ધ્રોલ-જામનગર, તા. ૪ : પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક સંદીપ ચૌધરીના માર્ગદર્શન મુજબ ધ્રોલ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. વી.કે. ગઢવી, પો. સ્ટાફના માણસો તથા જામનગરના સાયબર સેલના લાઇઝન અધિ. પીએસઆઇ એચ.બી. ગોહીલ તથા એ.એસ.આઇ. સુનીલભાઇ કાંબલીયા તથા પો.કોન્સ. બીપીનભાઇ સાથે પેટ્રોલીંગમાં હોય સ્ટાફના માણસો ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ વી.કે. ગઢવીને ખાનગી હકીકત તેમજ સાયબર સેલના એએસઆઇ સુનિલભાઇને ટેકનીકલ સોર્સથી મળેલી હકીકત આધારે (૧) કેયુર ઉર્ફે કીશન હરીશભાઇ હાડા જાતે ખવાસ ઉ.વ.૩ર ધંધો-પ્રા. નોકરી રહે પટેલ લોકોની-૭ રોડ નં. ૪ પાર્થ રેસીડન્સી જામનગર (ર) મોહીત જગદીશભાઇ પરમાર જાતે-વાણંદ ઉ.વ.રર ધંધો-અભ્યાસ (ટીવાયબીસીએ) રહે. હવાઇ ચોક નાગર ચકલા જામનગર (૩) શબીર જુમાભાઇ નાઇ જાતે સંધી ઉ.વ. રપ ધંધો-નોકરી (પીઝા ધ ધાબામાં કેશીયર તરીકે) રહે. ગાંધીનગર બસ સ્ટોપ પાસે જામનગર(મુળ ગામ ધારાગઢ, તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા) (૪) નિકુંજ ધનસુખભાઇ કનખરા જાતે-ભાનુશાળી ઉ.વ.ર૭ ધંધો પ્રા. જોબ રહે. દિગ્વીજય પ્લોટ-પપ, જામનગર વાળાઓ ર૦ આસ્ટા મોડલની હયુન્ડાઇ કંપની જેના રજી.નં.જીજે૧૦-સીએમ ૭ર૦૧ની સાથે કાળા કલરનું ઇલેકટ્રોનીક ડીવાઇસ એમએસઆર-૦પપ લખેલ મેગ્નેટીક કાર્ડ રાઇટર મશીન ઇલેકટ્રોનીક કેબલ વાયરની કિ.રૂ. પ૦૦૦ તથા ઇલેકટ્રોનીક ડીવાઇસ રીડર કાળા કલરના વાયર સાથેનું કિ.રૂ. ૧પ૦૦ તથા આઇ ર૦ કારની કિ.રૂ. ૬,૦૦,૦૦૦ તથા એટીએમ કાર્ડ નંગ-૧૯ કિ.રૂ.  તથા રોકડ ફુલ રૂ. ૧૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ. ર૪પ૦૦ તથા ટેબલેટ નંગ-૧ કિ. ૭૦૦૦ મળી કુલ મુદામાલ કિં. રૂ. ૭,૩૮,૫૦૦નો મુદ્દામાલ સાથે મળી આવતા ચારેય ઈસમોએ જામનગર શહેરમાંથી અલગ અલગ વ્યકિતઓના એટીએમ કાર્ડમાંથી ડેટા ચોરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી આ એટીએમ કાર્ડ દ્વારા એટીએમમાંથી રોકડ રકમ ઉપાડેલ હોવાની કબુલાત આપતા હોય જેથી ચારેય ઈસમોને ધોરણસર અટક કરી શહેરના  સીટી એબીસી પો.સ્ટે.ના વણશોધાયેલ સાયબર ક્રાઈમના ગુન્હાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ સબ ઈન્સ. વી.કે. ગઢવી તથા એ.એસ.આઈ. એચ.જે. શ્રીમાળી તથા એ.એસ.આઈ. સી.કે. રાઠોડ તથા પો. કોન્સ. વિક્રમભાઈ વિભાભાઈ બકુત્રા તથા પો. કોન્સ. સંજયભાઈ મેસુરભાઈ તથા પો. કોન્સ. હર્ષદભાઈ હીરાભાઈ તથા પો. કોન્સ. વનરાજભાઈ નાગદાનભાઈ તથા પો. કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા કુલદીપસિંહ અરવિંદસિંહ તથા પો. કોન્સ. લાખાભાઈ લખમણભાઈ સોહીયા તથા સાયબર સેલ જામનગરના લાઈઝન અધિ. પીએસઆઈ એચ.બી. ગોહિલ તથા એ.એસ.આઈ. સુનીલભાઈ કાંબલીયા તથા પો. કોન્સ. બીપીનભાઈ વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે. (૮.૧૩)

(4:03 pm IST)