Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ચોટીલામાં તસ્કરો બાળકોનો ગલ્લો પણ ઉઠાવી ગયાઃ અડધા લાખની ચોરી

વઢવાણ, તા., ૪: ચોટીલાથી અમદાવાદ તરફ જતા હાઇવે પર આવેલ હરિધામ સોસાયટીમાં શનિ-રવિની રજા હોવાથી અહીં રહેતા મોટા ભાગના સરકારી કર્મીઓ અને અધિકારી બહાર ગામ ગયા હતા. આ તકનો લાભ લઇને તસ્કરોએ ૮ મકાનમાં ખાતર પાડ્યું હતું. જેમાં અજયભાઈના મકાનના તાળા તોડીને સોનાના ઘરેણા, રોકડ રકમ તેમજ બાળકે ભેગી કરેલ બચતનો ગલ્લો તોડીને અંદાજે રૂ. ૪૯ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જયારે બારીના ૭ મકાનોના તાળા તોડીને ચોરીનો પ્રયાસ થયો હતો. આ અંગે અજયભાઈ જીતેન્દ્રભાઈ રાવલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. એક જ મહિનામાં આ વિસ્તારમાં ચોરીનો બીજો બનાવ બન્યો છે. ચોટીલા પીએસઆઈ એચ.એલ.ઠાકરે જણાવ્યું કે અમોએ એફએસએલ, ફિંગર પ્રિન્ટ તેમજ ડોગ સ્કવોડની મદદ પણ લેવાઈ તથા બે પોલીસ કર્મચારીઓને રાત્રીના સમયે ફરજ પર મુકીશું. અજય રાવલ ઉપરાંત ધવલ મીઠાપરા, રાજુ પટેલ, અક્ષય મહેતા, અમિતકુમાર, સંતોષ કુમાર, સંગીતા ભાટિયા, નીતિન કરળવકરના મકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો.(૪.૫)

(4:03 pm IST)