Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કુવાડવામાં સબ પોસ્ટ ઓફિસનો પ્રારંભઃ ગ્રામજનોમાં હરખની હેલી

આધારકાર્ડ - લાઇટબીલ- પોસ્ટ બેંકની અદ્યતન સુવિધા મળશે

કુવાડવા ગામમાં સબ પોસ્ટ ઓફિસના નવનિર્મિત આધુનિક સુવિધાસભર ભવનનું પોસ્ટ ઓફિસના અધિકારીઓ બી. પી. સારંગી, તથા એલ. સી. જોગીએ મંગલ દિપ પ્રગટાવી રીબીન કાપી ખુલ્લું મુકેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ બી.એસ. સોઢા કુવાડવા) (૧૧.પ)

રાજકોટ તા.૪: તાલુકાનાં કુવાડવા ગામે કુવાડવા ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ જગ્યા ઉપર સબ પોસ્ટ ઓફિસનું નવનિર્મિત ભવનનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવેલ.

આ કાર્યક્રમનું દિપ પ્રાગટય બી. પી. સારંગીએ કરેલ, તેમજ આ કાર્યક્રમમાં એલ.સી. જોગી તથા પટેલ તેમજ કુવાડવા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઇ પીપળીયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તથા ગામના આગેવાનો હાજર રહેલ હતા.

આ સબ પોસ્ટ ઓફિસ દ્વારા કુવાડવા તથા આજુબાજુનાં તમામ ગામનાં ગ્રાહકોને તેમજ અનય નાગરીકોને નવા આધારકાર્ડ, આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ બચત ખાતા, લાઇટબીલ, તેમજ પોસ્ટલ બેંકની અદ્યતન સુવીધા સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ અદ્યતન સુવીધાનો ગ્રાહકોને પુરા લાભ લેવા જણાવાયું છે.

આ કાર્યક્રમમાં આજુબાજુની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારી હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ આહીયાએ કરેલ હતુ. (૧૧.પ)

(12:15 pm IST)