Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પૂ.મોરારીબાપુની અધ્યક્ષતામાં શ્રી ચિત્રકુટધામ - તલગાજરડા ગામ દ્વારા શહિદોના પરિવારોને અનુદાન

ભાવનગર તા.૪ : ૨૦૧૬માં સુરત ખાતે ભારતીય સૈન્યના જવાનોના સ્મરણાર્થે પૂ.મોરારીબાપુની રામકથા યોજાઇ હતી. એ કથા દરમિયાન પૂજય બાપુએ પ્રતિ વર્ષ ૩૦ જાન્યુઆરીને ગાંધી નિર્વાણના દિવસે જો પ્રત્યેક પરિવાર પોતાના કુટુંબમાં જેટલા સભ્યો હોય તે પ્રમાણે એ સભ્યો વતી જો ફકત એક એક રૂપિયાનું અનુદાન પણ કરે તો દેશના જવાનો માટે બહુ મોટુ કામ થાય તેવો વિચાર વ્યકત કરેલો અને તે મુજબ તે કથા વખતે ખુબ મોટી અનુદાન રાશી એકઠી થયેલી. વર્ષે એક વખત પરિવારમાં કુલ જેટલા સભ્યો હોય તે મુજબ એક રૂપિયો અનુદાનમાં આપવો તે બહુ નાની વાત છે.

પણ એ પ્રમાણે જો સહુ અનુદાન આપે તો કેટલી મોટી રાશી એકઠી થઇ શકે ? આવા કલ્યાણકારી વિચારને આગળ ધપાવવાના હેતુસર ગાંધી નિર્વાણના પાવન પર્વ પર તલગાજરડા ગામ સમસ્ત તથા શ્રી ચિત્રકુટધામ કૈલાસ ગુરૂકુળ અને સેંજળધામના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓ તથા પૂજય બાપુના સમગ્ર કુટુંબ દ્વારા ભારતીય સેનાના શહીદો માટે અનુદાન એકઠુ કરવામાં આવ્યુ હતુ. આ રાશી ભારતીય સેનાના શહીદોના પરિવારજનોને પહોચતી કરવામાં આવશે.(૪૫.૬)

 

(12:13 pm IST)