Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગોંડલના વાસાવડ પાસે કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ

ગોંડલઃ ગોંડલના વાસાવડ ગામ પાસે પરમ દિવસે કપાસ ભરેલ જીજે-૩યુ-૬૧૬૫ નંબરના ટ્રકમાં એકાએક આગ લાગતા નાસભાગ મચીગઇ હતી. બનાવની જાણ થતા ગોંડલ ફાયરબ્રિગેડ સ્ટાફના મહાવીરસિંહ જાડેજા, વિરૂભા જાડેજા, અને જયેશભાઇ સોજીત્રા સહિતના ફાયરફાયટર સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)(૭.૫)

(12:10 pm IST)