Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હિરણ-૨ ડેમમાંથી પાણી છોડવાની ખેડૂતોની માંગણી મંજુર

પ્રભાસપાટણ, તા.૪:હિરણ-ર ડેમમાંથી હિરણ નદીમાં પાણી છોડવા માટે હિરણ નદી વિસ્તારનાં સવની, ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, માલજીજવા, ઇન્દ્રોય, નાવદ્રા, સોનારીયા કાજલી સહિતના ગામોનાં ખેડુતોએ રજુઆત કરેલ હતી અને આ તમામ ખેડુતોની રજુઆતને પગલે પૂર્વધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમારે જળ(( પ્રધાન પરબતભાઇ પટેલને રજુઆત કરી અને આ વિસ્તારના ખેડુતોનો પ્રશ્નનું નિરાકારણ લાવેલ છે અને હિરણ-૨ ડેમમાંથી હિરણ નદીમાં પાણી છોડવા માટે મંજુરી આપેલ છે.

આ બાબતે કાજલી માર્કેટીંગ યાર્ડમાં  ખેડૂતોની બેઠક મળેલ તેમાં ગોવિંદભાઇ પરમારે જાહેરાત કરેલ અને આ જાહેરાતથી તમામ ખેડુતો ખૂશ થયેલ અને ગોવિંદભાઇનો આભાર માનેલ હતો.

આ પાણી છોડવાને કારણે આ તમામ ગામો અને આજુબાજુનાં વિસ્તારને ખૂબ જ ફાયદો થશે અને પીયત કરી શકશે અને પાણીના નળ પણ ઉંચા આવશે તેમજ આ હિરણ નદીનાં વિસ્તારમાં અનેક જંગલી જનાવરોનો વસવાટ આવેલ છે જેમાં સિંહ, દીપડા, હરણીયા, રોજડા, નિલગાય, સહિતનાં જંગલી જનાવરોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે.(૨૩.૩)

(12:06 pm IST)