Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વિસાવદરના જેતલવડની મહિલાના સામૂહિક આપઘાત પાછળ આર્થિક સંકડામણ કારણભૂત !

મહિલા અને ત્રણ સંતાનના મોતથી ચારણ સમાજ હતપ્રભ

જૂનાગઢ તા. ૪ : વિસાવદરના જેતલવડની મહિલાના સંતાનો સાથેના સામૂહિક આપઘાત પાછળ આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે.

વિસાવદર તાલુકાના જેતલવડ ગામે રહેતા ચારણ હરસુર ઉર્ફે કાળુભાઇ વિરમના પત્ની દીવુબેને ગઇકાલે પુત્રી હેત્વી (ઉ.વ.૩), જાન્વી (ઉ.વ.૫) અને પુત્ર કરણ (ઉ.વ. ૧૧ માસ) અને રાજુ (ઉ.વ.૮) સાથે કુવો પૂર્યો હતો.

જેમાં પુત્ર રાજુનો ગોવિંદભાઇ નામના આહિર સદ્ગૃહસ્થે બચાવી લીધો. જો કે, દીવુબેન અને તેના અન્ય ત્રણ સંતાનોના મોત થયા હતા. આ બનાવથી સમગ્ર ગ્રામ્ય પંથકમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

મરનાર મહિલા ગૌશાળામાં કામ કરતા જ્યારે તેના પતિ હરસુરભાઇ હિરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

બનાવની આગલી રાત્રે એટલે શનિવારે પતિ-પત્ની વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયેલ પરંતુ મૃતક પરિણીતાના પિયર પક્ષે પરિવારની આર્થિક સંકડામણને લઇને દીવુબેને ત્રણ સંતાનો સાથે ૮૦ ફુટ ઉંડા કુવામાં ઝંપલાવીને મોતનું મીઠું કર્યું હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળેલ. આમ, છતાં પોલીસ તપાસ ચલાવી રહી છે.(૨૧.૧૪)

(11:51 am IST)