Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વાંકાનેરના ભોજપરામાં પાણીનો વાલ્વ ખોલવાનું કહેતાં શૈલેષ કોળી પર હુમલો

વાલ્વ ખોલવાનું કામ કરતાં મુસાના ભાઇ યુનુસે પથ્થર ફટકાર્યો

રાજકોટ તા. ૪: વાંકાનેરના ભોજપરામાં  રહેતાં અને સિરામીક ફેકટરીમાં નોકરી કરતાં શૈલેષ વાલજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૧૯) નામના કોળી યુવાનને સાંજે પાંચેક વાગ્યે પાણીના ટાંકા પાસે હતો ત્યારે યુનુસ નામના શખ્સે હુમલો કરી માર મારી માથામાં પાણકો મારી દેતાં લોહીલુહાણ થઇ જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

શૈલેષના કહેવા મુજબ તે પાણીનો વાલ્વ ચાલુ કરવાનું કામ કરતાં મુસાને વાલ્વ ખોલવાનું કહેવા જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી મુસાના કોૈટુંબીક ભાઇ યુનુસે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(11:50 am IST)