Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

જૂનાગઢમાં ધુમ્મસઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો

લઘુતમ તાપમાનનો પારો ઊંચે ચડી જતા ઠંડી ગાયબઃ હુંફાળુ વાતાવરણ

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા દિવસો સુધી કડકડતી ઠંડીનો માહોલ બરાબરનો જામ્યા બાદ હવે ઠંડીમાં રાહતનો અનુભવ થઇ રહયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઊંચે ચડી જતા આજે સવારથી ઠંડી ગાયબ થઇ ગઇ છે.

થોડા દિવસો સુધી લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની અંદર પહોંચી ગયો હતો અને મોડી રાત્રીના અને વ્હેલી સવારના સમયે કડકડતી ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો હતો. જો કે હવે ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢમાં ઘુમ્મસ

જુનાગઢઃ જૂનાગઢમાં ઘુમ્મસ વચ્ચે ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.  જૂનાગઢ ખાતે સવારનું લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી નોંધાતા ઠંડી નહિવત થઇ ગઇ હતી. ગિરનાર પર્વત ઉપર ૯૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિ.મી.ની રહી હતી.

આગામી દિવસોમાં ગુલાબી ઠંડી રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન : મહતમઃ ૨૫, લઘુતમઃ ૧૪, ભેજઃ ૫૧ ટકા, પવનની ઝડપ : ૮.૬ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૯.૭ ડિગ્રી

અમદાવાદ

૧૭.૬ ડિગ્રી

ડીસા

૧૩.ર ડિગ્રી

વડોદરા

૧૪.૦ ડિગ્રી

સુરત

૧૭.૬ ડિગ્રી

રાજકોટ

૧૩.૮ ડિગ્રી

ભાવનગર

૧૬.૬ ડિગ્રી

પોરબંદર

૧૮.૬ ડિગ્રી

જૂનાગઢ

૧૪.૭ ડિગ્રી

જામનગર

૧૪.૦ ડિગ્રી

વેરાવળ

૧૯.૮ડિગ્રી

દ્વારકા

૧૭.૧ ડિગ્રી

ઓખા

૧૯.૦ ડિગ્રી

ભુજ

૧૩.૦ ડિગ્રી

નલીયા

૧૧.પ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૫.૮ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.૬ ડિગ્રી

અમરેલી

૧૪.૦ ડિગ્રી

ગાંધીનગર

૧૪.૬ ડિગ્રી

મહુવા

૧૬.૮ ડિગ્રી

દિવ

૧૪.પ ડિગ્રી

વલસાડ

૧૫.૬ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૫.૦ ડિગ્રી

(11:50 am IST)