Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉનામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ૫૦થી વધુ સ્પર્ધકો જોડાયાઃ પ્રથમ ચારને ઇનામો

ઉના તા.૪: રાષ્ટ્રીય સૂર્ય નમસ્કાર સંઘ દ્વારા ભાઇઓ-બહેનો માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ૫૦થી વધુ સ્પર્ધકોએ લાભ લીધો. ૧ થી ૪ ક્રમે આવનાર વિજેતાઓને ઇનામ અપાયા.

રાષ્ટ્રીય સૂર્ય નમસ્કાર સંઘનાં સંચાલક મનુભાઇ બી. જોષીનાં માર્ગદર્શન હેઠળ ઉનામાં આવેલ નાથનીયા ઉનેવાળ બ્રાહ્મણ બોર્ડીંગમાં સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ ધ્વજા આરોહણ, સૂર્ય યજ્ઞ કર્યા બાદ ૫૦ થી વધુ ભાઇઓ બહેનોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

બહેનોના વિભાગામાં જોષી દિશાબેન જગદીશભાઇ ૩૧૨ સૂર્યનમસ્કાર કરી પ્રથમ ક્રમે વિજેતા બની હતી, બીજા ક્રમે જાહનવીબેન જગદીશભાઇ જોષી ૩૧૦, ત્રીજા ક્રમે પ્રતિતી રવિન્દ્રભાઇ ઉપાધ્યાય ૩૦૮, ચોથા ક્રમે રીયા કમલેશભાઇ જાની ૩૦૫ સૂર્યનમસ્કાર કરી વિજેતા બની હતી.

ભાળઓના વિભાગમાં પ્રથમ ક્રમે ભાર્ગવ સંજયભાઇ મહેતા ૩૩૧,(ર) આશીષ ભાનુભાઇ વ્યાસ ૩૨૩,(૩) કોૈશલ જીજ્ઞેશભાઇ જોષી ૩૧૫, (૪) અજય બાલકૃષ્ણ ઓઝા૨૯૪ સૂર્યનમસ્કાર કરી વિજેતા બન્યાં હતા. તમામ વિજેતાઓને શિલ્ડ, પુસ્તકો, રોકડ રકમ ફાટસર માધ્યમિક હાઇસ્કૂલના પ્રિન્સીપાલ નરેશભાઇ ઉપાધ્યાય, ગૃહમાતા જયશ્રીબેન ઉપાધ્યાયના હસ્તે આપી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ મનુભાઇએ સૂર્ય નમસ્કારથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપી હતી.(૧.૫)

(10:27 am IST)