Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ધોરાજી તાલુકાના ફરેણી ગામેથી દર્દીને ગાડામાં લઈ આવી સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલમાં પહોંચ્યા

કોરોના મહામારી ના સમયમાં લોકો સારવાર માટે નથી જોતા 108 એમ્બ્યુલન્સની રાહ...?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા ) ધોરાજી: ધોરાજીમાં તેમજ પંથકમાં કોરોના એ માઝા મૂકી છે ત્યારે ગરીબ પરિવારના દર્દીઓ માટે પણ મુશ્કેલી સમાન સમય ચાલી રહ્યો છે આવા સમયમાં 108 પણ સમયસર આવતી નથી ત્યારે દર્દીને બચાવવા બાબતે કોઈ પણ રસ્તો ગામડામાં શોધતા હોય છે આવો જ એક બનાવ ધોરાજી તાલુકાના ફરેણી ગામ ખાતેથી જોવા મળ્યો હતો
જે અંગે સામાજિક અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરા જણાવેલ કે હાલના સમયમાં માણસને બચાવો એ જ મહત્વનો છે કેવી રીતે બચાવવો તે જોવાતું નથી કારણકે સમયમાં લોકો દર્દીનો હાથ જાલવા પણ તૈયાર નથી કારણકે કોરોના મહામારી એ લોકોને ડરાવી દીધા છે ત્યારે ધોરાજી તાલુકાના ફ્રેરેણી ગામ ખાતેથી એક ખેડૂત ને તાત્કાલિક દુખાવો ઉપડી જતા તેમને બચાવવા મહત્વની વાત હતી ત્યારે 108 ને ફોન કર્યો તો ફોન રિસીવ નથી થતો અથવા તો કલાક બે કલાક નું વેઈટિંગ પણ બતાવે છે ત્યાં તો દર્દીની હાલત વધુ ખરાબ થઈ જાય છે આવા સમયે દર્દીને બચાવવા માટે તાત્કાલિક અસરથી 108 સમાન ગામડામાં ગાડું ગણાય છે આ સમય માં મીની ટેકટર સાથે ગાડું બાંધી દેતા તાત્કાલિક ફ્રેરેણી થી ધોરાજી ખાતે લાવેલ અને તાત્કાલિક સારવાર મળી જતા ખેડૂત ને થોડી રાહત જોવા મળી હતી
પરંતુ હાલનો સમય ખૂબ જ ખરાબ છે ત્યારે વાસ્તવિક માં દર્દીને કોરોના ન હોય તો પણ લોકો તેમની બાજુમાં જતા પણ ડરે છે માનવતા ભૂલી ગયા છે પરંતુ દરેકને પોતાનો જીવ વહાલો હોય છે જેથી સમાજની અંદર જ્યારે પણ કોઇ અચાનક કંઈ પ્રોબ્લેમ થાય તો જે વાહન મળે તેમાં તાત્કાલિક સારવાર મેળવી લે છે તે જ યોગ્ય જણાય છે આ પ્રકારનો મીની ટેકટર સાથે ગાડું જોડેલ તસવીર ધોરાજી શહેરમાં વાઇરલ થઇ હતી તે પણ એક ચર્ચાનો મુદ્દો બની ગયો હતો

(8:15 pm IST)