Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

શહેરમાં ૯ કોવિડ કેર સેન્ટરના કુલ ૧,૧૨૭ માંથી ૪૬૫ બેડ ખાલી

મોરબી કોરોનાના પ્રચંડ તાંડવ બાદ મળી રહ્યા થોડી રાહતના સમાચાર : સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ આંશિક ઘટાડો : ઓકિસજન માટે પણ સ્થાનિક વ્યવસ્થા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩: શહેરમાં જ્ઞાતિ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા કુલ ૧૦ કોવિડ સેન્ટરના સંચાલકો દ્વારા એપ્રિલની મધ્યમાં ફુલ થઇ જતા સીસીસી મા હવે બેડ ખાલી હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે

શહેરમાં સૌથી મોટા બે પૈકીના પ્રથમ જોધપર સ્થિત સીસીસી ગત તા ૮ ના રોજ સરું કરવામાં આવ્યુ હતુ અને કુલ ૩૦૦ બેડની વ્યવસ્થા સાથેનું આ સીસીસી ૨૪ કલાકની અંદર જ ફુલ થય ગયું હતું. તો પટેલ કન્યા છાત્રાલય ખાતે પણ તમામ ૩૦૦ બેડ જોતજોતામાં ફુલ થય ગયા હતા.

તા ૧૫ ના રોજ ૬૦ ઓકિસજન બેડ સાથે કુલ ૧૦૦ બેડ ધરાવતું સિમ્પોલો કોવિદ્ કેર સેન્ટર પણ શરૂઆતમાં દર્દીઓથી ભરાઇ ગયું હતું. ત્યારબાદ વહીવટી તંત્ર, યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ દાતાઓના સહકારથી ચાલતું તમામ જ્ઞાતિઓ માટેનું ૧૦૦ બેડની વ્યવસ્થા સાથેનું સમરસ કોવિદ કેર સેન્ટર પણ ભરચક રહ્યુ હતુ. તો તમામ જ્ઞાતિ સમાજ માટે શ્રી યદુ નંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત ૭૦ બેડ વાળા સીસીસી ની પણ તે જ હાલત હતી. જય અંબે ગ્રુપ દ્વારા બેલા પાસે ૧૦૦ બેડનું સીસીસી પણ ભરચક રહ્યુ હતુ. તો ૫૦ બેડ ધરાવતા સતવારા સીસીસીમાં પણ જગ્યા મળતી નહોતી. બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ ખાતેના સીસીસીના પણ ૩૦ બેડ ફુલ રહ્યાં હતાં.

મધ્ય એપ્રિલ બાદના દિવસોમાં તમામ સીસીસી ના સંચાલકો ને પોતાના કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને ઓકિસજનની જરૂરિયાત ઉભી થતા, અને વધારાના ઓકિસજન બેડ ઉભા કરવાની પરિસ્થિતિનું નિર્માણ કરી સંચાલકો સામખીયારી,સિહોર, ભાવનગરની સહીત અન્ય જગ્યાઓ એ પહોંચી ઓકિસજન માટે તડપતા દરદીઓ માટે કોઇ પણ ભોગે ઓકિસજનની વ્યવસ્થા કરતા રહ્યા હતા. ઘણા દર્દીઓની હાલત વધું બગડતા તેમને હોસ્પિટલો મા પણ રિફર કરતા રહ્યા હતા. તમામ સીસીસી મા તબીબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તેમજ સેવાભાવી ઓ દ્વારા ખુબ તકેદારી સાથે દર્દીઓની સારવાર તેમજ સવારનો નાસ્તો, બપોરનું જમણ, સાંજના ફ્રૂટ- ફ્રૂટ જયુસ, હળદર સાથેનું દુધ સહિત વ્યવસ્થાઓ કરવામા આવી હતી.

દર્દીઓના તન મનને પ્રફુલ્લિત કરવા ભજન,ગરબા, મનગમતા સંગીત, યોગા,હાસ્યરસ સહિત દિવસભર સમયે પસાર કરવા ટીવી પણ લગાવવામાં આવ્યાં હતાં.

ઉમદા સેવાભાવના અને પારિવારિક હુંફ પુરી પાડતા સીસીસી ના સંચાલકોના પ્રયાસથી અનેક દરદીઓ સ્વસ્થ થઈ પોતાના દ્યેર પહોંચ્યા હતા. સાજા થઈ રજા લેતા દરદીઓ સંચાલકોનો ભાવવિભોર બની ભીની આંખે આભાર ની લાગણી વ્યકત કરતા કરૂણ દ્રશ્યો પણ દ્યણી જગ્યાએ જોવા મળ્યા હતા.

છેલ્લા બે ત્રણ દિવસથી તમામ બેડ સાથે ભરચક રહેતા તમામ સીસીસી ની ખરેખર હાલમાં શું સ્થિતિ છે તે જાણવા પ્રયાસ કર્યો તો દ્યણા દિવસો બાદ કંઇક રાહતના સમાચાર પણ મળ્યા.

ઉપરોકત ૯ કોવિડ કેર સેન્ટરમા તા. ૨ ના રાત્રે આઠ વાગ્યે સતાવાર રીતે જાણવા મળ્યા મુજબ કુલ બેડની સંખ્યા ૧૧૨૭ થાયછે તેમાંથી ૪૬૫ બેડ ખાલી હોવાનુ જાણવા મળ્યું તેની સાથે ૧૮૭૪ દર્દી આ આઠ કેર સેન્ટરમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. જયારે ૭૫ જેટલા દર્દીઓની હાલત વધુ બગડતા તેમને રીફર કરવા પડયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.

આજથી દસ દિવસ પહેલાં ઉપરોકત કોઇ પણ કાઙ્ખવિદ્ કેર સેન્ટરમાં એક બેડ પણ નહોતો મળતો અને વેઇટિંગ ચાલતું તે તમામ સીસીસી મા આજની તારીખે બેડ ખાલી પડયા છે. જે મોરબી માટે એક સારા અને રાહતના સમાચાર છે.

તદુપરાંત મોરબી ખાતે રઘુવંશી કોવીદ્ કેર સેન્ટરમાં આવેલા ૫૦ માંથી ૩૮ બેડ ખાલી પડ્યા છે. ઉપરાંત વાત કરીએ જો બ્રહ્મસમાજના કોવિદ કેર સેન્ટર ની તો ત્યાં આવેલા ૩૦ બેડ તમામે તમામ ક્રમશ ખાલી થઇ જતાં તા ૨ના રોજ તેમણે કેર સેન્ટર બંધ કર્યાનું જણાવ્યું હતું.

હજુ બે દીવસ પહેલાં થી માંડી અગાઉના છેલ્લા દ્યણા દિવસોથી જયા કોરોના પોઝીટીવ દર્દીઓની લાઈનો લાગતી,હોસ્પિટલના તમામ ૧૫૪ બેડ ફુલ થઈ જતાં તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગતી અને ના છુટકે દર્દીઓને એમ્બ્યુલન્સ માજ ઓકિસજન સાથે જરૂરી સારવાર આપવામાં આવતી અને ઘણીવાર હોબાળા થવાના દૃશ્યો પણ સામે આવતા તેવી મોરબી સિવિલ હોસ્પીટલ બહાર પણ શાંતિ છે. એમ્બ્યુલન્સની લાઈનો પણ ગાયબ છે. અને ઇન્ચાર્જ અધિક્ષક ડો. સરાડવા પણ પણ જણાવી રહ્યાં છે કે આજની તારીખે ૧૫૪ માંથી ૨ થી ૩ બેડ ખાળી છે. થોડા બેડ ખાલી થાયછે અને પાછા ભરાય જાયછે. છેલ્લા થોડા દિવસોની સરખામણી કરીને તો હાલ રાહત કહી શકાય.

ઉપરોકત આંકડાકીય માહિતી પરથી ચોક્કસ કહી શકાય કે સારવાર લેતા દરદીઓ સ્વસ્થ થયા છે કોરોના કેર સેન્ટરમાં બેડ ખાલી થયાં છે.

સાથે સાથે એક સારા સમાચાર એ પણ છે કે છેલ્લા દિવસોમાં સર્જાયેલી ઓકિસજનની તંગી અને ઓકિસજન મેળવવા અહી તહી ભટકવાનો લગભગ અંત આવ્યો છે. અને મોરબી સિરામિક ઉદ્યોગ જગતની અથાગ મહેનતથી ઘર આંગણે જ ઓકિસજન રિફિલ પ્લાન્ટ માત્ર ચાર દિવસના ઉભો કરી રીફિલ કાર્ય પણ સરું કરી દેવામાં આવ્યું છે. અને હાલમાં લીકવીડ ઓકિસજન નો ૧૪ ટન જથ્થો પણ આવી ગયોછે. અને જરૂરી જથ્થો મળતો રહેશે નું પણ સરકાર દ્વારા આશ્વાશન અપાયું છે.

જેના ફળસ્વરૂપે રોજ ૧૦૦૦ બોટલ રિફિલ થશે અને મોરબી જિલ્લાને હવે પુરતો ઓકિસજન પણ મળી રહેશે. એ પણ એક મોટી રાહતના સમાચાર છે.

પરંતુ દુઃખની વાત એ પણ છે કે છેલા બે ત્રણ દીવસ થયા કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો વધ્યો છે. જેને પણ નજરઅંદાઝ ના કરી શકાય. થોડો મોરો પડ્યો છે મોરબી માંથી કોરોના હજુ ગયો નથી.

માટે તમામ લોકો કોરોનાથી સંક્રમિતના થાય તેની પુરી તકેદારી રાખે તે ખુબ જરૂરી છે.

(1:07 pm IST)