Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જૂનાગઢ જિલ્લામાં ઓકિસજન પહોંચાડવા સુચારૂ વ્યવસ્થા

ઓકિસઝન પુરવઠાના વિતરણ સપ્લાઈ માટે ૨૪ કલાક કન્ટ્રોલરૂમ ધમધમે છે

જૂનાગઢ, તા.૩: જૂનાગઢ જિલ્લામાં કોરોનાના દર્દિઓને પર્યાપ્ત ઓકસીઝન ઉપલબ્ધ કરવા સુચારૂ વયવસથા કરવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન તળે ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ ખાતે ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત કરી ઓકિસજનની આપુર્તિ કરવામાં આવી રહી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ઉપરાંત ૪ કોવીડ હોસ્પિટલ ગીરનાર, શ્રીજી, તુલજાભવાની, અને કે.જે. કોવીડ હોસ્પિટલ તેમજ શહેર અને જિલ્લાની ૫૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં અહીંથી ઓકિસજનનું સુચારૂ ઢબે વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

નાયબ કલેકટર વી.ડી. સાકરીયા,નાયબ મ્યુનિ. કમિશ્નર જયેશ લીખીયા અને નાયબ જિલ્લા ચુંટણી અભિકારી વી.એન. સરવૈયા સાથે ચીટનીશ સિધ્ધાર્થ ત્રિવેદી,ડિજાસ્ટર મામલતદાર અને નાયબ મામલતદારો રેવન્યુ કલાર્ક તથા તલાટીશ્રીઓને શીફ્ટ પાડી ફરજો સોંપવામાં આવી છે.

ચીટનીશ સિધ્ધાર્થ ત્રિવેદીનાં જણાવ્યાનુસાર રાજકોટ શાપર ખાતેથી ઓકસીઝન જૂનાગઢને મળે છે. જે સિવીલ હોસ્પીટલ ખાતે લિન્ડ ટેન્ક, જમ્બો બાટલા, તેમજ કોવીડ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને જરૂરીયાત મુજબ ફાળવણી કરવામાં આવે છે. જરૂરીયાત મુજબ દૈનીક ૧૮ ટન જેટલો ઓકસીઝન આપવામાં આવી રહ્યો છે.

ઓકસીજન વિતરણ માટે સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા થતાં હોસ્પિટલોને અને કોરોના પેશન્ટને નિયમીત રૂપે ઓકિસજન મળતો થયો છે. તેમજ સુચારૂ વિતરણ વ્યવસ્થા ગોઠવાઇ છે. જે હોસ્પિટલો તેમજ દર્દિઓ માટે રાહતરૂપ પુરવાર થયુ છે.

(12:59 pm IST)