Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કેશોદનો પછાત ગણાતો આંબેડકર નગર વિસ્તાર કોરોનામુકતઃ એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી : બાબુભાઇ રાવલિયા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૩: કોરોના મહામારી હાહાકાર મચાવી રહેલછે ત્યારે સ્થાનિક કેશોદના લગભગ મોટાભાગના વિસ્તારો આ કોરોના મહામારીના ખતરનાક રોગની ઝપટમાં ચડી ગયેલછે. છે. ત્યારે કેશોદના વોર્ડ નંબર-૨ માં આવેલ પછાત ગણાતો આંબેડકર નગર વિસ્તાર આજદિન સુધી કોરોના મુકત રહેલછે. જે આ વિસ્તારના લોકો પાસેથી શીખ લીધા જેવી છે.

કેશોદનો આ વિસ્તારમાં ૪૦૦ જેટલી વસતી ધરાવેછે.આ વિસ્તારનો પોઝિટીવ પોંઈટ એ છેકે બાાળકો યુવાનો અને વૃધ્ધલોકો સંપૂર્ણ સાવચેતી રાખેછે. પરિણામે આજદિન સુધીમાં આંબેડકર નગર વિસ્તારમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ જોવા મળેલ નથી. તેમ કેશોદ મેઘવાળ પંચના પ્રમુખ બાબુભાઈ રાવલિયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

બાબુભાઈ રાવલિયાએ કેશોદ આંબેડકર નગરના લોકો કઈ રીતનીની સાવચેતી રાખે છે એ અંગે વધુમાં જણાવેલ કે આ દલિત મોહલ્લાની અંદર અનાજ કરીયાણા શાકભાજી સહિતની વ્યવસ્થા તો છેજ આ ઉપરાંત આ વિસ્તારના લોકો દ્યરની બહાર જતી વખતે ફરજિયાત માસ્ક પહેરે છે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સરકારી ગાઈડ લાઈનના પાલન સાથે દરેક પ્રકારની સાવચેતી રાખે છે. શરીરમાં રોગ પ્રતિકાર શકિત જળવાઈ રહે તે માટે લગભગ પરિવારો દ્યરે આયુવેઙ્ખૈદિક ઉપચારો કરેછે.આંબેડકર નગર વિસ્તારની અંદર કોઈપણ અજાણ્યા વ્યકિતને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી

આખો દેશ કોરોના ભરડામાં છે છતાં કેશોદના આ આંબેડકરનગર વિસ્તારમાં હજુ સુધી એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી એ માટે આવિસ્તારના લોકોની જાગૃતિ કારણભૂતછે.

કેશોદના શહેરીજનો અને આ વિસ્તારના લોકોને આંબેડકર નગર વિસ્તારનો સંદેશ એ છેકે આ મહામારીથી બચવા દરેક વ્યકિતએ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોએ જાગૃતથઈ સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવું તથા ઘરની બહાર નિકળીયે ત્યારે લોકોએ માસ્ક અચુક પહેરવું તથા દરેકે નાગરીકે ખોટી અફવાઓથી દૂર રહી વેકિસન રસીકરણ અચૂક કરાવવું અને દેશી ઓસડીયા જેવા કે આદુ,લીંબુ,લીમડાનો ગળો, તુલસીના પાન,મધ,જેવા અનેક આયર્વેદિક ઉપચારો જરૂરથી કરી ગામડું અને શહેરને સશકત અને સજજ બનાવી સાથે મળીને કોરોનાને અચુક હરાવી શકી છુ.

(12:57 pm IST)