Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

નેતાઓ ''વાહ ભાઇ વાહ''ની પ્રસિદ્ધિને બદલે નબળા વર્ગના પ્રશ્નો ઉકેલવા કયારે ધ્યાન આપશે?

રેશનકાર્ડ ઉપર સડેલા અનાજનું વિતરણ, સસ્તા અનાજના પરવાનેદારોને લાયસન્સ રદ કરવાની ધમકી, હપ્તારજ દિવ્યાંગોને સહાયની જાહેરાત પછી અમલવારી કયારે? તેલીયા રાજાને કયારે અંકુશમાં લેવાશે? વગેરે પ્રશ્નો

(હેમેન્દ્રકુમાર એમ. પારેખ) પોરબંદર તા. ૩ :.. આપણા નેતાઓ કે અગ્રણીઓની એક ખૂબી છે કે જાહેરમાં સસ્તી પ્રસિધ્ધી મળે અને લોકચાહના મેળવવા માટે રસ ઝરતી ભાષામાં જાહેરમાં ભાષણ આપવું કે ઉદબોધન આપવું માત્ર હોલ પુરતું કે જાહેર ખુલ્લા ચોક પુરતું લપોડ લાગણી બતાવતું હોય છે. બોલ્યા પછી તેનો અમલ કરવાનો અંશ રૂપ હોતો નથી. વાહ ભાઇ વાહ...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી ભારતના વડાપ્રધાનનું જે  સ્વરૂપ છે. તે ઓળખવું સમજવું બાહયથી સેહલું દેખાય છે. તેટલું વહેવાર - આચરણમાં અંદરથી ઓળખવું કઠીન સમસ્યા ભરેલું છે. બહુ પ્રતિભા ધરાવે છે. ભારતના કોઇપણ રાજયમાં કે જીલ્લા તાલુકા વિસ્તારમાં જાય ત્યારે સૌ પ્રથમ રીત-રિવાજ સંસ્કૃતિ સાથે વસ્ત્ર પહેરવેશ વિગેરે જાણી હવે પ્રચિલત ભાષાના શબ્દો ગોખી લ્યે પોતાના જાહેર નિવેદનમાં ઉચ્ચારણ કરે ભોળા અલ્પ જ્ઞાતિ શ્રોતાના હૃદયમાં ઉતારી દયે. ભ્રમણા ઉભી કરવી ખોટુ અસત્ય કે બોલ્યા પછી તેનો પ્રયોગ કે વહેવારમાં ન કરવા છતાં લોક દીલમાં વસી જવું તે પણ ખુબી દેશ તેવો વેશ તે કહેવત સાર્થક કરે. ધર્મક્ષેત્ર - સંસ્કૃતિક રાજકિય ઢબે નાટકિય કે ફિલ્મી કચકડાનો લાગણી ભર્યો ભાવ ઉપજાવે છે ઉર્જા ઉત્પન્ન કરે. ગરબી-નાબુદી-મોંઘવારી નાબુદી, ભ્રષ્ટાચાર નાબુદી-કાળુ નાણું બહાર લાવવા વાણી ચાર્તુય વાપરવી પરંતુ નાબુદી અમલ માટે શું ...?

 આકાશવાણી... ઇલેકટ્રોનીક મિડીયા પ્રિન્ટ મિડયા સમક્ષ જવું વાણી વિલાસ કરી રાજી કરવા પણ અમલ કરવા માટે - વહેવારમાં મુકવા માટે હવામાં તરંગોને ધુમતા રાખવા ? દરરોજ નવા સુત્રો સાથે યોજનાઓ બહાર પાડવી. ટી.વી., સિનેમા, પ્રીન્ટ મીડિયામાં આવતી જાહેર ખબરોમાં પોતાના રાજકિય પક્ષથી લઇ તાલુકા જીલ્લા પંચાયત, સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ, કલબો, રાજય કે કેન્દ્ર સરકારની જાહેરાતોમાં પણ ફોટા વિનાની  પ્રસિધ્ધી ગણાય નહીં. ? વહેલી સવારના ઇષ્ટદેવના દર્શન ન કરો કે તેમનું સ્મરક્ષણ ન કરો તો ચાલશે. પરંતુ માનનીય વડાપ્રધાનશ્રી દર્શન વગર તમારો સુવર્ણ દિવસનો પ્રારંભ ન ગણાય. વિગેરે તે બાબતે કટાક્ષ થઇ રહ્યા છે.

દર માસે સસ્તા અનાજની દુકાને અપાતું રેશનીંગ અનાજ-કઠોળ ગરીબી નીચે, અતિ ગરીબી નીચે, તેમજ અન્નાપુર્ણા યોજના હેઠળ અપાતું રાશન સરકારી ગોડાઉન પરથી નબળી ગુણવતાનું ઢોર પણ ખાય નહીં તેવું અનાજ - કઠોળ વિતરણ કરાય છે. જે ભેળસેળ આરોગ્ય પ્રદ ન હોય, સરકારી પુરવઠા વિભાગ, રાજય સરકારમાં મુખ્યમંત્રીશ્રી પુરવઠા મંત્રીશ્રી કે સચિવોને રજૂઆત કે ફરીયાદ મોકમો તો પણ તપાસ કરવાનું તારક પગલાં નહીં લેવા દોષિતો સામે ભુમે ફકે લેવાય તો હળવા ? વાહ ભાઇ વાહ છતાં આરોગ્ય લક્ષી કેવું.

માર્કેટયાર્ડમાં ટેકા ભાવથી સુપર કવોલીટીનું ખરીદાય નિગમના કે સરકારી ગોડાઉનમાં પહોંચે તે પહેલા વાહ ભાઈ વાહ. જ્યારે ખાદ્ય તેલનું વિતરણ વરસમાં એકાદ બે વાર તેમજ પાવર ભરાય ૧ લીટર વાહ ભાઈ વાહ. ખોટુ થઈ જાય ત્યાં સુધી વિતરણ થાય નહીં ! તેલ બજાર પર અંકુશ રાખવાના બદલે છુટો દોર ચૂંટણી ભંડોળ માટે વાહ ભાઈ વાહ.

દર માસે સરકારી પુરવઠાનું રેશનકાર્ડ પર વિતરણ કર્તા પરવાનેદારો પાસેથી કાર્ડની સંખ્યા મુજબ સરકારી ગોડાઉનથી ઉપાડેલ કવીન્ટલ મુજબ ઉપાડ જથ્થા પ્રમાણે વસુલ કરવો, ન અપાય તો નબળા પરવાનેદારને મુશ્કેલી, લાયસન્સ રદ કરવુ કે સસ્પેન્ડ કરવુ તે શિક્ષા કરવી વાહ ભાઈ વાહ. રોજીરોટી બંધ કરવી તે બહાદુરી ગણાય ? દારૂબંધીની વાતો કરવાની કડક અમલવારીનુ નાટક કરવાનું, ચમરબંધીને છોડાશે નહિ તેવી લોખંડી શંખ ફુંકતી હૈયાધારણ આપવી, રોષ શાંત કરવો પરંતુ સેકશન હપ્તો બંધ ન થાય તે ખાસ ધ્યાન રાખવુ વાહ ભાઈ વાહ..

દિવ્યાંગ સહાયની જાહેરાત આશ્વાસન, મફત પ્લોટ વિતરણ, દિવ્યાંગના બેંક ખાતામાં દર માસે રૂ. ૧૦૦૦ જમા કરાવવા, મફત રાશન આપવુ વિગેરે વિગેરે પરંતુ અમલ કયારે ? વાહ ભાઈ વાહ.

વૃદ્ધાવસ્થાની જીવન મૂડી બેંકના સેવિંગ્ઝ ખાતા - ફીકસ ખાતા (ડીપોઝીટ) વૈવિધ પ્રલોભન સાથે પોસ્ટ ખાતાઓ બચતના તમામ વ્યાજમાં કાપ આ રકમ સરકાર વિકાસ ખાતા રીઝર્વ બેંક પાસેથી અથવા અન્ય રીતે મેળવે છે. ઉદ્યોગપતિ જરૂરીયાતમંદોને ધિરાણમાં આપે છે. ઉંચુ વ્યાજ વસુલે ડીપોઝીટર બચત કરનાર પુરતા વ્યાજની ચુકવણી નહી તેમા કાપ, જીએસટી દર લાગુ, વૃદ્ધો જીવન નિર્વાહ કેમ ચલાવે ? દરરોજ અખબારનું પાન ખોલો વાંચો અથવા આકાશવાણી, ટીવી ચેનલોના સમાચાર સાંભળો તો નવા કરવેરાની જાહેરાત-અમલવારી, જૂના કરવેરામા ફેરફાર કરવેરા વધારો આ બધુ સહન કરવાનું.

વિકાસની વાતો કરવી રાહતની જાહેરાત કરવી, બંદર ઉદ્યોગ વિકસાવવો તેની જાહેરાત પાછલા બારણે ધોબી પછડાટ બંદર ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ મુરજાવી નાખ્યો. માછીમારોનું શોષણ કરવુ પ્રલોભન આપીને ખેડૂતોને આડેધડ કરવેરાનો કોરડો વિંઝવો, બજાર ભાવોમાં સ્થિરતા નહી વાહ ભાઈ વાહ.

આરોગ્ય સેવા કથડાવવી જાહેરાત કરતા નહીવત પુરી પાડવી, મફત શિક્ષણની વાતો કરવી, રાજકીય વ્યકિતઓને ખાનગી શાળાઓ, કોલેજ ચલાવવા લાયસન્સ આપવા તગડી ફી મરજી મુજબની વસુલ કરવી કે કરાવવી. વાલીઓ, વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી સંગઠનની રજૂઆતો સાંભળવી નહીં, શિક્ષણમાં ભ્રષ્ટાચાર  ટકાવારી વાહ ભાઇ વાહ

તેલીયા રાજાઓને નિરઅંકુશ રાખવા આડેધડ ભાવ વધારો આંખ આડાકાન કરવા શ્રમજીવી-મધ્યમ વર્ગને પિસાતો રાખવો માત્ર આશ્વાસન આપવુ પરંતુ રાહત થાય તેવા પગલા નહી વાહ ભાઇ વાહ.

આધાર કાર્ડ જીવન આધાર વહેવારમાં  આધાર ઝેરોક્ષ્ૅાની માંગણી, આ પુરૂ પાડયા પછી દારૂણના નાના છતા બિન જરૂરી મોટા ખર્ચા ગૃહીણીનું બજેટ ખોરવી નાખે. હવે એક જ જગ્યા આધાર કાર્ડ માટે બાકી રાખી છે. પતિ-પત્ની અંગત સંબંધોની ત્યાં પણ આવશ્યકતા જરુરી બનાવવી? વાહ ભાઇ વાહ.

સરકારમાં ચુટણી સમયે ઉમેદવારોની શોધ ગુન્હાહીત દાગી ઉમેદવારોની પસંદગી મંત્રીપદ આપવુ અથવા અન્ય કોઇ પણ કોઇ નીગમમાં માનભેર પદ આપવું. સરકાર તોડવા માટે ધારાસભ્યો તોડવા તેની કિંમત ચુકવવી. સરકારી કે સંસ્થાકીય કોન્ટ્રેકટમાં વિકાસના કામોના ભાવ ઉંચા રાખવા કોન્ટ્રેકટર ટેન્ડરમાં ટેન્ડરની રકમ કરતા દશ ટકાથી બસો ટકા જેટલો ઉંચો ભાવ આંક તેમાં ઓછા ભાવનો આ઼ક, કોન્ટ્રેકટરો સાથે ચોથા વર્ગના કર્મીથી લઇ અને સર્વોચ્ચ પદ સુધી ટકાવારીની નિશ્ચિતા નકકી કરવી. ટેકસ ભરતી પ્રજાના પૈસાની બરબાદી કે આબાદી? વાહ ભૈ વાહ.

અહીયા મૃત્યુનો પણ મલજો છોડતા નથી ત્યાં પણ ટકાવારી વાહ ભાઇ વાહ.

વર્તમાન સરકારનું રાજય કેન્દ્રનું ભાજપ શાસન પણ વાહ ભાઇ વાહ માનવતા દિન પ્રતિદિન અદ્રશ્ય બનતી જાય રાંક બનતી જાય છે. વાહ ભૈ વાહ વિશ્વની મોટામાં મોટી લોકશાહીનું શાસન બોલવા પુરતુ માનવ હક્કો પુરા પાડનારૂ પરંતુ આ શાસનમાં નિતી ધર્મ રાજ ફરજ ધર્મ અને સત્ય સ્થાને અસત્ય ધર્મ પગપેસારો વગેરે સામે વાહ ભાઇ વાહ. બોલાય જાય છે...?

(10:56 am IST)