Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભાવનગર : સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ 6 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર શહેર -જિલ્લામાં ત્રણ,અમરેલી જિલ્લામાં બે અને બોટાદ જિલ્લામાં એક વિરુદ્ધ કાર્યવાહી : બરવાળામાં ભુપતભાઇ નામના વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી

ભાવનગર સહિત દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધી એપિડેમીક એક્ટ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટનું જાહેરનામું અમલમાં હોય,કોરોના વાયરસ જેવી મહામારીમાં કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવી લોકોમાં ગભરાટ ફેલાવતા હોય,પોલીસ દ્વારા આવી અફવાઓ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધી 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે,ઉપરાંત અમરેલી જીલ્લામાં 2 વ્યક્તિ તેમજ બોટાદ જિલ્લામાં પણ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત બરવાળા પોલીસે પણ વોટ્સએપ ગ્રુપમાં મુકેલ મેસેજ અંગે બરવાળા પોલીસે ભુપતભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ આઈ.ટી.એક્ટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:42 pm IST)