Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ખંભાળિયામાં કોરોના શંકાસ્પદ ત્રણે કેસો નેગેટીવ એક વધુ શંકાસ્પદ મળ્યો

દિલ્હી ગયેલા પોલીસમેનનો રીપોર્ટ નેગેટીવ

ખંભાળિયા, તા. ૩ :  વાજબી ભાવની દુકાનોમાં મફત અનાજ તથા અન્ય ચીજવસ્તુઓ વેચવાનું શરૂ કરાતા પ્રથમ દિવસે પરેશાની થયેલી તથા એક જ દિ' વિતયાની અફવા થતા તથા કયાંક ભીડ ભેગી થતા તંત્ર દોડયું હતું તથા સલાયામાં તો ખુદ દેવભૂમિ જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા પુરવઠા જિલ્લા અધિકારીશ્રી પ્રશાંત મંગુડા પણ ગયા હતા.

જો કે સમગ્ર જિલ્લામાં ગઇકાલે બીજા દિવસે તથા આજે પણ વિજીલન્સ ટીમોના વ્યવસ્થાપનના પગલે ખુબ જ શાંતિપૂર્ણ રીતે અનાજ તથા વસ્તુઓનું વિતરણ થઇ રહ્યું છે.

જરૂર પડયે દુકાનદાર પર પગલા

જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર વિસ્તારોમાં વાજબી ભાવની દુકાનોમાં ૧-૧ મીટરના અંતરે ગ્રાહક ખરીદી કરવા આવે તેવી વ્યવસ્થા કરાઇ છે. તથા જયાં ભીડ થાશે ત્યાં દુકાનદાર પર જાહેરનામા ભંગના પગલા લેવાશે.

એકે બે જેવા ગામમાં સ્થાનિક અગ્રણી પ્રવીણભાઇ ગઢવી દ્વારા જાતે જ ઉભા રહીને લોકોને શાંતિપૂર્ણ રીતે ૧-૧- મીટરના અંતર રાખીને કામગીરીમાં સહયોગ કર્યો હતો.

(1:08 pm IST)