Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લીલીયામાં જરૂરિયાતમંંદોને ટિફિન ઘરે પહોંચાડતા ધારાસભ્ય

સાવરકુંડલાઃ  લીલીયા મોટા મુકામે ધારાસભ્ય  પ્રતાપભાઈ દુધાત ના આર્થિક સહયોગથી ટિફીન સેવા ની હોમ ડિલિવરી ની શરૂઆત કરી છે જેમાં ૪૦૦ જરૂરત મંદોને તેમના ધરે જ ટીફીન પહોંચાડયા હતા. આ ટિફિન વ્યવસ્થામાં લીલીયા તાલુકાના લોકો જોડાયા હતા અને હાલની આ પરિસ્થિતિમાં ગરીબ માણસો માટે ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા જયાં સુધી લોકડાઉન હશે ત્યાં સુધી લોકોને ઘરે જઈ ને ટીફીનની હોમ ડિલિવરી કરવામાં આવશે આ રસોડું અને ટિફિન વ્યવસ્થા આવતી કાલથી સાવરકુંડલામાં પણ ચાલુ કરવામાં આવશે આ લીલીયામાં ટિફિન વ્યવસ્થામાં ધારાસભ્ય  પ્રતાપ દુધાત, લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા, મનોજભાઈ સેજપાલ, ભીખાલાલ દેવણી , બહાદુરભાઈ બેરા, ગીલાભાઇ ગાંઠીયા વાળા, કીશોર ભાઈ જોબનપુત્રા, રસિકભાઈ વંડ્રા, વિજયભાઈ શેખલીયા, ખાનભાઈ પઠાણ, કાંતિભાઈ ડુંગરીયા, સૈદુબાપુ, ઈકબાલ કડી,સીધ્ધુ ચોકસી, વિજય કોગથીયા ,રોહિત કુડેચા, સવજીભાઈ ગલસાણીયા,ઘનશ્યામ બારૈયા,કિશોર ભાઈ ચોપડા,અજય ઠક્કર,બશીર શીરમાન, ભાવેશભાઈ ડાભી અને ભનુભાઈ દ્વારા ટિફિન વ્યવસ્થા કરવામાં આવી હતી

(12:59 pm IST)