Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાની વૈશ્વિક મહામારીને લઇ લોકડાઉનના પગલે

સૌરાષ્ટ્રભરમાં રામલલ્લાના જન્મની સાદગીપુર્ણ ઉજવણી

રામભકતોએ પણ સંયમ સાથે મંદિરે જવાને બદલે ઘેર જ પરિવાર સાથે રામ જન્મોત્સવ ઉજવ્યો : ન ભકતોની ભીડ ન લાંબો સમય ઘંટનાદ માત્ર પુજારીઓ દ્વારા જ ભગવાન શ્રી રામચંદ્રજીની પુજા અર્ચના બાદ બપોરે ૧ર-૦૦ કલાકે આરતી દ્વારા સાદગીસભર ઉજવણી સંપન્ન કરી ગ્રામ્ય પંથકમાં કોઇ-કોઇ મંદિરે પંજરી-પ્રસાદીનું વિતરણ કર્યુ

પ્રથમ અને બીજી તસ્વીરમાં હળવદમાં ઘર આંગણે દિપ પ્રગટાવ્યા હતાં. તે નજરે પડે છે. ત્રીજી અને ચોથી તસ્વીરમાં ગોંડલમાં પણ દિપ પ્રગટાવીને પ્રાર્થના કરાઇ હતી. (તસ્વીર : દિપક જાની, હરીશ રબારી (હળવદ) ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ૩ :.. સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે. લોકોને માત્ર અનાજ કરીયાણુ કે દૂધ-દહીં કે શાકભાજી જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ જ મળી રહી છે. લોકો આ મહામારીથી બચવા વધુ સમય ઘરોમાં જ પસાર કરી રહ્યા છે.

લોકડાઉન જાહેર થયા બાદ તમામ પ્રકારના વેપાર-ઉદ્યોગ-ટ્રેન-બસ-એરલાઇન્સ બધુ બંધ છે. સમગ્ર માનવ જીવન આમ જોઇએ તો થંભી ગયું છે.

આવી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દેશના મોટા તીર્થધામો દેવમંદિરો પણ બંધ થવા છે તમામ ધાર્મિક કાર્યક્રમો પણ રદ કર્યા છે. ત્યારે ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ભગવાન શ્રીરામના જન્મ દિવસની પણ માત્ર મંદિરોમાં પુજરી દ્વારા પુજા અર્ચના આરતી કરીને સાદાઇથી ઉજવણી કરી હતી.

રામભકતોએ પણ રામજન્મોત્સવ પ્રસંગે મંદિરે જવાને બદલે ઘરમાં જ સહપરિવાર સાથે રામજન્મ ઉજવવાનું નકકી કરેલ આવા સમયે ગઇકાલે સૌરાષ્ટ્રભરના મંદિરોમાં સાદગીથી ઉજવાયેલ રામજન્મોત્સવ પ્રસંગોનું સંકલન અત્રે પ્રસ્તુત છે.

હળવદ

હળવદ : ગઈકાલે રામ જન્મોત્સવ ને મનાવવા માટે નગર અને તાલુકાની ધર્મ પ્રેમી જનતાએ લોક ડાઉન ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ની સાથે ઉજવણી કરી હતી. મંદિરોમાં ભીડ એકઠી ના થાય એ માટે મંદિર જાવાને બદલે હળવદ શહેર ની તમામ શેરીઓ અને સોસાયટી માં ભાવિક ભકતો એઙ્ગ સાંજે સૌ કોઈએ પોતાના જ ઘરોમાં રહીને દીપ પ્રજવલિત કરી ને ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરી હતી. કોઈ એ છત પર તો કોઈ એ પગથિયાં પર તો કોઈ એ બારી માં તો કોઈ એ તુલસી કયારે દીપ મુકયાં હતા.

હળવદ નગર ઉપરાંત તાલુકા ના વિવિધ ગામો પણ લોકો એ ઘર માં જ રહી ને પોતાના ઘરોમાં દીપ પ્રજવલિત કર્યા હતા ત્યારે અલોકીક દ્રશ્ય સર્જાયા હતા. આઉપરાંત અનેક ઘરોમાં પ્રભુ શ્રી રામના જન્મને વધાવવા બપોરે ૧૨ વાગ્યે આરતી પણ કરી હતી. લોકડાઉનમાં પોતાના ઘરોમાં જ રહીને લોકો એ પોતાની આસ્થા ને પણ જાળવી રાખી ને એક અનોખું ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું અને ઘરમાં રહો સુરક્ષિત રહો ના સૂત્રને સાર્થક પણ કર્યું હતું.

આંગણે દીવો પ્રગટાવીને ભગવાનને કરી પ્રાર્થના દેશમાં આવી પડેલું સંકટ કોરોનાવાયરસ જલદી દૂર થાય લોકોનું સારું સ્વાસ્થ્ય રહે તે માટે હળવદના રાવલફળી  વિસ્તારના ભાનનુભાઈ રાવલ, મુકુંદભાઈ મહેતા, હમીર રબારી ,કૃતિકા રાવલ, વિઘા રબારી , પ્રવિણાબેન રબારી ,હીનાબેનમહેતા , અરુણાબેન રાવલ સહિતના એ ઙ્ગપોતાના ઘરના આંગણે દીવો પ્રગટાવી અને થાળી વગાડી ભગવાન રામની ધૂન બોલાવી ઙ્ગતેમજ હનુમાન ચાલીસા બોલીને કોરોનાવાયરસ મહામારીનું સંકટ દેશમાંથી દૂર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

ગોંડલ

ગોંડલ : લોક ડાઉન વચ્ચે ગોંડલના કેટલાક વિસ્તારમાં રામ નવમીન તહેવાર નિમિતે લોકોએ ઘરે અગાસી પર દીવડા પ્રગટાવી રામનવમીની ઉજવણી કરી હતી અને કોરોનાનો કહેર બંધ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

(11:39 am IST)