Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મોટા કુકાવાવ પાસે બાઇક સ્લીપ થતા ઘવાયેલા સંજયભાઇનું મોત

યુવાને રાજકોટમાં દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા. ૩ : અમરેલીના મોટા કુકાવાવ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.  મળતી વિગત મુજબ મોટા કુકાવાવમાં રહેતા સંજયભાઇ પરબતભાઇ (ઉ.વ.૪૪) તા. ૧૩-૩ ના રોજ પોતાનું બાઇક લઇને વીરપુરથી કુકાવાવ જતા હતા ત્યારે કુકાવાવ પાસે બાઇક સ્લીપ થતા સંજયભાઇ ફંગોળાઇ જતા તેને ઇજા થતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ઇકબાલભાઇએ પ્રાથમિક કાગળો કરી કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)